શહેરની અનેક બેંકોમાં રૂ.૨૦૦૦ની નોટ બદલાવવા માટે ફોર્મ ભરાવતા વિવાદ

Spread the love


રિઝર્વ બેંક દ્વારા ૨ હજારની નોટ ૩૦મી સપ્ટેમ્બર પહેલાં બેન્કમાં જમા કરાવવા અથવા બદલી લેવા આદેશ કરાયો છે. જેને લઈને ૨૦૦૦ની નોટો ધરાવતા લોકો દોડતા થઈ ગયા છે. કોઈ પણ પ્રકારના ફોર્મ કે પૂફ વગર બેંક ૧૦ નોટ બદલી આપશે તેવી જાહેરાત થઈ હોવા છતાં શહેરમાં ઘણી બેંકોમાં નોટો બદલી આપવાની આનાકાની કરાતી હતી.
જેને કારણે વિવાદ ઊભા થયા હતા. કેટલીક બેન્કોમાં ૨૦૦૦ની નોટ બદલાવવા માટે ફોર્મ ભરવાની વાત પણ કરાઇ હતી. સહકારી બેંકોમાં જ લોકોના બેંકમાં ખાતા હોય તેમની પાસેથી ૨૦૦૦ની નોટ બદલી અપાતી હતી જ્યારે જેમના ખાતા નહોતા તેમની પાસે ોર્મ ભરવાની વાત કરવામાં આવતી હતી.
વર્ષ ૨૦૧૬માં નોટબંધી બાદ સરકાર દ્વારા રૂ. ૨૦૦ અને ૫૦૦, ૨૦૦૦ની નવી નોટો લોન્ચ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ચલણમાંથી ૨૦૦૦ની નોટ પરત ખેંચવાનો ર્નિણય લેવાયો છે જેને પગલે એ લોકો તેની વ્યવસ્થામાં લાગી ગયા છે. શનિવારે આ બાબતની જાહેરાત થઈ ત્યારે લોકો પોતાના વિસ્તારના એટીએમ ડિપોઝીટ મશીન પર પોતાની પાસેની નોટો જમા કરાવા માટે દોડી ગયા હતા. રવિવારની રજા બાદ સોમવારે જેવી બેંકો શરૂ થઈ કે તરત જ લોકો ૨૦૦૦ની નોટ બદલાવવા માટે પહોંચી ગયા હતા.
મંગળવારે પણ ઘણા લોકોએ નોટો બદલાવવા માટે દોડધામ કરી હતી, પરંતુ બેન્કોમાં અવ્યવસ્થા ઊભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું નોનું પ્રાઇવેટ બેન્કોમાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની રીતે ૨૦૦૦ની નોટ બદલી આપતા હતા જ્યારે જીમ્ૈંમાં પણ ૧૦ નોટ બદલી આપવામાં આવતી હતી. કેટલીક જગ્યાએ પ્રાઇવેટ બેંકમાં ર્ફોર્મની વાત કરવામાં આવતી હતી, પરંતુ લોકો વિરોધ કરતા ફોર્મ ભર્યા વગર ૧૦ નોટ બદલી આપવામાં આવતી હતી. સહકારી બેન્કોમાં ખાતેદારોની તરત નોટ બદલી અપાતી હતી ત્યારે જેમના ખાતા ના હોય તેમની પાસેથી ફોર્મ ભરાવવાનો આગ્રહ રખાતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com