કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કલોલના મુલસના ગામમાં ગૌચરની જમીનમાં થયેલા કૌભાંડ અંગે ખુલાસો કર્યો હતો. ગાય અને હિંન્દુત્વના નામે રાજકારણ કરીને ભાજપ સત્તા પર બેઠી છે. તો બીજી તરફ ગુજરાતમાં ગાય માટે ફાળવવામાં આવેલી જર્મીન બિલ્ડરોને વેચીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેવા આક્ષેપ અમિત ચાવડાએ સરકાર પર કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, બિલ્ડરો અને સત્તાધિશો જીવદયા માટે આપવામાં આવતી જમીનના એકટનો ભંગ કરીને કરોડોનો ફાયદો મેળવવા માટે જમીનનું વેચાણ કર્યુ છે.આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ચાલેછે. ગુજરાતમાં રાજકારણીઓ અધિકારીએ અને બિલ્ડરોની મિલીભગતથી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામમાં ૧૦ હજાર કરોડનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે.ગાય અને હિંદુત્વના નામે મત મેળવ્યા પણ ગાયના મોં માંથી ચારો છીનવી લેવામાં આવ્યો. વર્ષ ૧૯૧૮માં હિન્દુ પટેલ હિંરાચંદ પટેલ અને મુસ્લિમ સુલેમાનભાઇએ કરૂ વર્ષના ભાડાપે જીવદયા માટે વ્રણ વર્ષના ભાડાપેટે જમીન આપી હતી. વર્ષો સુધી આજમીન પર પાંજળાપોળની પ્રવૃતિ ચાલી હતી.
આ જમીનની કિંમત કરોડોની થઇ ત્યારે રાજકારણીએ અને અધિકારીઓએ ષડયંત્ર રચ્યું. આ જર્મીન પર જે ટ્રસ્ટ કામ કરતુ હતુ તેને કોઇ પણ પ્રકારની મંજૂરી વગર જમીનનો પટ્ટો રદ કરવાની કાર્યવાહી કરી. આ જર્મીનમાં જે રીતે કોમાંડ થયું તેમાં ગણોતીયાના હક પણ ગયા. કૌમાંડમાં લેન્ડ સિલિંગનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો. અમિત ચાવડાએ જમીન માડમાં સંડોવાયેલા અધિકારીઓ અને રાજકારણીઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, નિવૃત કલેકટર અને ચીટનીશ સહિતના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે જમીનમાં નિયમો અને કાયદાનો ભંગ કરીને કીંક કરવામાં આવ્યું છે. આ જમીન કૌભાંડમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને પૂર્વ મુખ્ય સચિવ અને મહેસુલ સચિવની વારંવાર મીટિંગ થઇ હતી. હાઇકોર્ટના એકવોકેટ જનરલે જે અભિપ્રાય આપ્ય હતા તેની અનદેખી કરવામાં આવી જમીન કૌભાંડમાં વહીવટી મંજુરીઓ આપવામાં આવી. ઉપર સુધીનું તંત્ર આ કૌભાંડમાં સામેલ હતુ