ગુજરાતમાં એસટી બસ સ્ટેન્ડ એટલે કે જે ગુજરાતની બસોની વાતો હોય તો દેશમાં સૌથી મોટી છે, પણ નવી બસો ભલે આવી ફ્રિકવન્સી ઘટી છે, અત્યારે ઘણી જગ્યાએ બસો બંધ થઈ ગઈ છે, ત્યારે રાતે ૮ઃ૩૦ વાગ્યા બાદ GJ-18 થી અનેક યાત્રીકોને કાલુપુર રેલવે સ્ટેશન જવું હોયતો બે કલાક સુધી બસ મળતી નથી, ત્યારે અમદાવાદ જતી બસો માટે જે સૂચનાઓ આપવામાં આવે છે, તેનું ભૂંગળું બગડી ગયું હોવાથી અનેક મુસાફરો ધક્કે ચડી રહ્યા છે, આના કારણે ખિસ્સા કાતરૂઓને ફાવતું જડી ગયું છે.એસટી બસ સ્ટેન્ડ પથિકા ખાતે અમદાવાદ જતી બસોની ફ્રિક્વન્સી ઘટી જતા મુસાફરોની સંખ્યા રોજબરોજ બસસ્ટેન્ડ ખિસ્સાકાતરૂની જેમ ઉભરાઇ રહી છે, ત્યારે સૌથી વધારે પોઇન્ટની જે બસો આવે છે તેમાં ૫૦% થી વધારે ખાલી બસો આવે છે તેમાં માંડ ૫૦% પણ પેસેન્જર હોતા નથી ત્યારે આ ફ્રિકવન્સી બને તો ડાયવર્ટ કરવી જાેઈએ, ત્યારે સૌથી વધારે મહત્વનો પ્રશ્ન અત્યારે અમદાવાદ જતી બસસ્ટેન્ડ પર સૂચના આપતા કંટ્રોલર ને ત્યાં ભૂંગળું બગડી ગયું હોવાથી અફરાતફરી જે માહોલ છે, તેનું સોલ્યુશન લાવવું તાકીદે જરૂરી છે.