ગુજરાતમાં છૂટાછેડાના કેસમાં તોતીંગ વધારો, ફેમિલી કોર્ટમાં ૩૪૦૦૦થી વધુ કેસ પેન્ડિંગ

Spread the love


ભારતિય સંસ્કૃતિ મુજબ લગ્ન જીવન એ સાત જન્મનું બંધન ગણાય છે. જમાનાની સાથે આજે સંયુક્ત કુટુમ્બમાંથી વિભક્ત કુટુમ્બો વધતા જાય છે. એટલે પતિ-પત્ની અલગ રહેતા હોવા છતાં બન્ને વચ્ચે મતભેદો અને વૈમનસ્ય સર્જાતુ હોય છે. સાથે જ એકબીજાને સમજવાની અને સહન કરવાની શક્તિના અભાવને લીધે સાંપ્રત સમયમાં છૂટાછેડાના બનાવો વધી રહ્યા છે.
ઘણા દંપત્તીઓ તો એવા જાેવા મળી રહ્યા છે, કે તેમના લગ્ન જીવનને ૬ મહિના થયા નથી તો પણ છૂટાછેડા માટે કેમિલી કોર્ટમાં જતાં હોય છે તેના લીધે ગુજરાતમાં આજે મિલી ફેરમાં ૩૪૦૦૦થી વધુ કેસ પેન્ડિંગ છે.
ગુજરાતની ફેમિલી કોર્ટ્‌સમાં ૩૪ હજારથી વધારે કેસ પેન્ડિંગ છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આવેલી ૩૨ ફેમિલી કોર્ટમાં દર મહિને સરેરાશ બે હજારથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેમાંથી દર મહિને સરેરાશ બે હજારથી વધારે કેસોનો નિકાલ કરાય છે. મોટાભાગના કેસો ભરણ પોષણના પણ હોય છે. હવે તો મુસ્લિમ સમાજના કેસો પણ કોર્ટમાંઆવી રહ્યા છે. ઘણા એવા પણ કેસ જાેવા મળતા હોય છે. કે પતિ-પત્ની ૫૦ની વય વટાવી ગયા બાદ પણ છૂટાછેડા માટે કોર્ટમાં ગુહાક લગાવતા હોય છે. આમ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસમાં ચિંતાજનક વધારો તઈ રહ્યો છે. દેશમાં કુલ ૭૬૬ ફેમિલી કોર્ટ છે, જેમાં ૧૧.૨૭ લાખ જેટલા કેસ પેન્ડિંગ છે. દેશમાં સૌથી વધારે પેન્ડિંગ કેસ ઉત્તર પ્રદેશમાં ૩.૮૧ લાખ છે. ગુજરાત છૂટાછેડાના પેન્ડિંગ કેસની બાબતમાં દેશમાં ૧૦મા નંબરે છે. ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદ શહેર-જિલ્લામાં મળી અંદાજે ૧૦ હજારથી વધારે કેસ પેન્ડિંગ છે.ફેમિલી કોર્ટમાં પતિ પત્નીએ બન્નેએ સંમતીથી રાજીખૂશીથી ડાયવોર્સ માટેની અરજી કરી હોય તો પણ ૬ મહિના પછી જ છૂટાછેડા મળે છે. કારણ કે પતિ-પત્નીને ડોયવોર્સનો ર્નિણય લીધા બાદ પસ્તાવો થાય અને બન્ને ફરીથી એક થવા માગતા હોય તે માટે ૬ મહિનાનો સમય આપવામાં આવતો હોય છે. જાે કે થોડા સમય અગાઉ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે છૂટાછેડા પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જાે પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલા બગડી ગયા હોય કે સમાધાનનો કોઈ અવકાશ જ નથી, તો કોર્ટ ભારતના બંધારણની કલમ ૧૪૨ હેઠળ છૂટાછેડાની મંજૂરી આપી શકે છે.

અભણ કરતાં ભણેલાવર્ગમાં છૂટા છેડાનું પ્રમાણ વધ્યું, આજની જીવનશૈલી, વેસ્ટર્ન કલ્ચર જવાબદાર હોવાનુંતારણ, સહનશીલતા જતું કરવાની ભાવના પણ જતી પડી, મહીને ૨૦ કેસોનો ચુકાદો આવે ૮૦ નવા કેસ આવે તેવો ઘાટ, જેલોમાં સૌથી વધારે ખાધાખોરાકી, ફેમીલીથી લઇને ૪૯૮ના કેસોમાં પરીવાર સપડાયું હોય તે આરોપીઓની સંખ્યા વધું,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com