Gj 18 મનપા મેયર હિતેશ મકવાણા ને શુક્રવારના રોજ રાત્રે પથરીનો દુખાવો ઉપડતા ત્વરીત પ્રાઇવેટ હોસ્પિટલમાં અમદાવાદ ખાતે દાખલ કરવા પડ્યા હતા. અમદાવાદની દેવ શ્રી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ઓપરેશન કરવાની જરૂર હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવામાં આવેલ, ત્યારે મોટી સંખ્યામાં શુભેચ્છકો હોસ્પિટલ દોડી આવ્યા હતા, ત્યારે હાલ તબિયત સુધરાતા ઉપર છે, ત્યારે હાલ રજા હોસ્પિટલમાંથી આપ્યા બાદ હાલ મેયર આરામ ઉપર હોવાથી બે દિવસ મનપા ખાતે મળી શકશે નહીં.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ દિલ્હી ખાતે આયોઞની મિટિંગમાં ગયા હોવાથી સોમવારના રોજ મળવાના નથી ,ત્યારે મેયર પણ સોમવાર અને મંગળવાર બે દિવસ મળી શકશે નહીં ,ત્યારે હવે ઘરે લોકો ખબર અંતર પૂછવા આવી રહ્યા છે.