કોર્ટને પણ બે ધ્યાને દોરીને બે જગ્યાએથી વળતર લેવા જતાં ભેખડે ભરાયા
ગુજરાતમાં કદાચ જોવા જઈએ તો આ પ્રથમ કિસ્સો હશે, કે ગ્રાહકે બે જગ્યાએ કેસ દાખલ કરીને બંને જગ્યાએથી વળતર લેવા જતા ભેખડે ભરાયા હતા, ત્યારે ગ્રાહક સુરક્ષા એ ગ્રાહકો માટેની કોર્ટ છે, પણ ગ્રાહકો ખોટી રીતે વળતર લેવા જાય તો કડક પગલાં લેતા પણ ખચકાય નહીં, ત્યારે એક ગ્રાહક દ્વારા બે જગ્યાએ વળતર કેસ ગ્રાહકની પુન્ગી બજાવી દીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લીના મહુડી વસાયા ગામના ફરિયાદી અલ્પેશકુમાર ખરાડિયા એ રોયલ મોટર્સ ,ગાંધીનગર ખાતે ખરીદેલ activa 5 g નું રજીસ્ટ્રેશન અને ઓરીજનલ નંબર પ્લેટ ન મળતા તે અંગે ડીલર સામે ગાંધીનગર કમિશનમાં તેમજ બીજી અરવલ્લી કમિશનમાં તેમજ બંને ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી બંને કમીશનને ફરિયાદ મંજૂર કરતા Execution application દરમિયાન ગાંધીનગર કમિશનને આ બાબતની જાણ કરતા ફરિયાદીની દરખાસ્ત અરજી ₹2,000 ના દંડ સાથે નામંજૂર કરી ,ત્યારે ફરિયાદીએ તારીખ 21 /6 /2019 ના રોજ રોયલ મોટર્સ ગાંધીનગર પાસેથી honda activa 5g ખરીદેલ અને આરટીઓરજિસ્ટ્રેશન અને ઓરિજિનલ નંબર પ્લેટ ન મળતાં તે અંગે ડિલર સામે ગાંધીનગર કમિશનમાં તેમજ અરવલ્લી કમિશનમાં એમ બંને ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી બંને કમિશને ફરિયાદીની ફરિયાદ મંજુર કરતાં Execution application દરમ્યાન ગાંધીનગર કમિશનને આ બાબતની જાણ કરતાં ફરિયાદીની દરખાસ્ત અરજી રૂ.૨,૦૦૦/- ના દંડ સાથે નામંજુર કરી.
૨) ફરિયાદીએ તાઃ૨૧-૦૬-૨૦૧૯ ના રોજ રોયલ મોટર્સ, ગાંધીનગર પાસેથી હોન્ડા એક્ટીવા ૫-જી ખરીદેલ અને આર.ટી.ઓ. રજિસ્ટ્રેશન અંગે તમામ ટેક્ષ, વીમો, ફી અને બીજા તમામ દસ્તાવેજાે જમા કરાવ્યા છતાં સામાવાળાએ ફરિયાદીને તેમના એક્ટીવાનું રજિસ્ટ્રેશન અને નંબર પ્લેટ નહિ આપતાં ફરિયાદીએ CC/૪૨/૨૦૨૧ થી ગાંધીનગર કમિશન ખાતે આ અંગે સામાવાળા ડીલર સામે ફરિયાદ દાખલ કરેલ. ફરિયાદ ચાલી જતાં ગાંધીનગર કમિશનના પ્રમુખશ્રી ડી.ટી.સોની અને સભ્યશ્રી જે.પી.જાેષીએ સામાવાળાને ફરિયાદી પાસેથી વાહન રજિસ્ટ્રેશન માટે જરૂરી તમામ દસ્તાવેજાે મળ્યાના ૧૫ દિવસમાં એક્ટીવાનું રજિસ્ટ્રેશન કરી આપવાનો હુકમ કરેલ.૩) આ હુકમનું પાલન સામાવાળાએ નહિ કરતાં ફરિયાદીએ વકીલશ્રી મારફત ગાંધીનગર કમિશનમાં દરખાસ્ત અરજી ફાઈલ કરેલ. આ દરખાસ્તના કામ દરમ્યાન ફરિયાદીના વકીલશ્રીએ ગાંધીનગર કમિશનનું એ તરફ ધ્યાન દોરેલ કે આ જ ફરિયાદીએ આ જ બાબત સંબંધે અરવલ્લી ગ્રાહક કમિશન ખાતે પણ અગાઉ ફરિયાદ કરેલ જેનો ફરિયાદ નંબર ઝ્રઝ્ર/૭૫/૨૦૨૧ છે અને અરવલ્લી કમિશન દ્વારા પણ તાઃ૦૭/૦૧/૨૦૨૩ ના રોજ તેઓની ફરિયાદ મંજુર કરવામાં આવેલ છે. આમ, એક જ ફરિયાદીએ એક જ બાબત સંબંધિત ફરિયાદ બે અલગ અલગ ગ્રાહક કમિશનોમાં દાખલ કરી બંને કમિશનોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરતાં ગાંધીનગર કમિશનના પ્રમુખશ્રી ડી.ટી.સોની સાહેબે ફરિયાદીની દરખાસ્ત અરજી નામંજુર કરીને ફરિયાદીના આવા કૃત્યની ગંભીર નોંધ લઈ બંને કમિશનોને ગેરમાર્ગે દોરવા બદલ ફરિયાદીને રૂ.૨૦૦૦/- ની કોસ્ટ દિન-૭ માં કમિશન ખાતે જમા કરાવવાનો હુકમ કરેલ છે.
સરકાર દ્વારા ગ્રાહકોના હિત માટે ગ્રાહક સુરક્ષા કમિશનની નિમણૂક કરી છે ,જે ગ્રાહકોનું બંને ત્યાં સુધી હિત જળવાય અને ન્યાય મળે તે ઉદ્દેશ હોય છે ,પણ ગ્રાહક કોર્ટને ગેરમાર્ગે દોરીને બે જગ્યાએ કેસ દાખલ કરીને વળતર લેવા જાય તો શું? ત્યારે આ કેસમાં કોર્ટને ગેરમાર્ગે દોરવવા બદલ ગાંધીનગર કમિશનના પ્રમુખ ડી. ટી. સોની દ્વારા ફરિયાદીને ₹2,000 નો દંડ સાત દિવસમાં કમિશન ખાતે જમા કરાવવાનો હૂકમ કરેલ.