ગાંધીનગર જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દારુની હેરાફેરી કરતાં તત્વો નિતનવા નવા કિમીયાઓ અજમાવીને દારુની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. જેમાં એક શખ્શે જમીનમાં ખાડો ખોદી તેમા પીપ ઉતારીને દારૂનો સંગ્રહ કરતો હોવાથી તેની માહિતી આધારે પોલીસે રેડ કરીને ૧૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિગતોનુસાર માણસા તાલુકામાં આવેલ લીંબોદરા ગામની સીમમાં માણેકપુર ગામ તરફ જતા રોડ ઉપર આવેલ ગોગા મહારાજનાં મંદીરની બાજુમાં આવેલ ખેતરમાં તેના માલીક અર્જુનજી મગનજી વાઘેલા ખેતરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લાવી તેનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો હોવાની બાતમી માણસા પોલીસને થતા આ જગ્યાએ જઇ ખેતરમાં તપાસ કરવામાં આવતા જમીનમાં દાટેલ પ્લાસ્ટીકનાં પીપ માંથી વિદેશી દારૂની ૨૪ બોટલ મળી આવતા પોલીસે ખેતર માલીક વિરુદ્ધ ગૂનો નોંધ્યો હતો.નોંધનીય છેકે પોલીસ મળેલ બાતમી મુજબ આરોપીએ વિદેશી દારૂને પ્લાસ્ટીકનાં પીપમાં સંતાડ્યો હોવાનું ખૂલતાં ખેતર માલીકની ગેર હાજરીમાં ખેતરમાં આવેલજીઇબીનાં થાંભલા પાસે તપાસ કરવામાં ાવતા એક પ્લાસ્ટીકનું પીપ જમીનમાં દટાયેલુ ંહતું. જેને ખોલતા તેમાંથી વિદેશી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી. જેથી આરોપીની તેના ઘરે તેમજ આજુબાજુમાં આવેલ ખેતરોમાં તપાસ કરતા તે હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે ખેતરમાંથી મળી આવેલ કુલ રૂા.૧૧,૫૪૦નો વિદેશી દારૂનો જથ્થ જપ્ત કરી ખેતર માલીક વિરૂદ્ધ ગૂનો દાખલ કર્યો છે. ગાંધીનગર જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની બદી મોટા પ્રમાણમાં ધમધમતી હોવાનાં વર્તમાન પત્રો હોબાળા બાદ જીલ્લા પોલીસ આળસ ખાખેંરીને દેશી દારૂની બદીને ટાળવા માટે જાણે ઝુંબેશ ઉપાડી હોવ તેવો સિનેરીયો સર્જાયો છે. જેમાં પેથાપુર અડાલજ પોલીસ મથકનાં વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ દસેક જેટલા સ્થળોએ પોલીસે દરોડા પાડીને મોટા પ્રમાણાં દેશી દારુ જપ્ત કર્યો છે. આ દરોડા પેથાપુર પોલીસ તથા અડાલજ પોલીસે પોતાનાં વિસ્તારમાં દારુની પ્રવૃત્તિ કરતા તત્વોને ઝેર કરવા વ્યાપક દરોડા પાડ્યા છે. આ સાથે સ્થાનીક પોલીસ સામે સી.પી. આઇની ટીમ પણ સાથે જાેડાઇ હતી.