નવી સરકારની રચના બાદ સીએમ ભૂપેન્દ્રભાઈએ મંત્રીઓને વિભાગની મુલાકાત લેવા સૂચન કર્યું… જેના પગલે કેટલાક મંત્રીઓ અવારનવાર ઑફિસમાં અચાનક નિરિક્ષણ કરવા પહોંચી જાય છે તો બીજી એક વાત એવી છે કે, ‘કશ્મીર ફાઈલ્સ’ના ટેક્સ ફ્રી નાણા હજુ થિયેટર માલિકોને મળ્યા નથી જેના માટે સોફ્ટવેરના ધાંધિયા જવાબદાર મનાઈ રહ્યા છે. એવામાં ધ કેરાલા સ્ટોરીનો ર્નિણય કરવો કેમ ? ‘ધ કેરેલા સ્ટોરી ‘કર્ણાટકની ચૂંટણીથી લઈ સોશિયલ મીડિયામાં ખૂબ ગાજી. ભાજપ શાસિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોએ ધ કેરાલા સ્ટોરીને ટેક્સ ફ્રી પણ કરી દીધી. ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી થવાની વાતો ખૂબ ચાલી, પરંતુ ધ કેરાલા સ્ટોરી ટેક્સ ફ્રીનો ર્નિણય આવ્યો નહીં. હવે એમાં વાત એવી મળી છે કે રાજ્ય સરકાર ટેક્સ ફ્રી તો જાહેર કરી આપે પરંતુ સિનેમાઘરોના માલિકોને ફાયદો પણ તો થવો જાેઈએ ને. સૂત્રોએ આ માટે જીએસટી વિભાગને જવાબદાર ગણાવ્યો છે. કારણ કે. ‘કશ્મીર ફાઈલ્સ’ના ટેક્સ ફ્રી નાણા હજુ થિયેટર માલિકોને મળ્યા નથી જેના માટે સોફ્ટવેરના ધાંધિયા જવાબદાર મનાઈ રહ્યા છે. એવામાં ધ કેરાલા સ્ટોરીનો ર્નિણય કરવો કેમ ? નવી સરકારની રચના બાદ સીએમ ભૂપેન્દ્રભાઈએ મંત્રીઓને વિભાગની મુલાકાત લેવા સૂચન કર્યું… જેના પગલે કેટલાક મંત્રીઓ અવારનવાર ઑફિસમાં અચાનક નિરિક્ષણ કરવા પહોંચી જાય છે.. અધિકારીઓ બરોબર કામ કરી રહ્યા છે કે નહીં ? ટાઈમસર આવી રહ્યા છે કે નહીં તેનું અવલોકન પણ કરે છે. સરકારના આવામાં એક સિનિયર મંત્રીને કરાર આધારિત અધિકારી- કર્મચારીનો કડવો અનુભવ થયો છે. કાયમી કર્મચારીઓને નોકરી અને સેવાપોથીમાં નોંધનો ડર હોય છે જેથી નિયમનું પાલન કરતા જાેવા મળે છે. પરંતુ કરાર આધારિ અધિકારી- કર્મચારીઓની કામગીરીમાં આ વાત જાેવા મળતી નથી. આ તબક્કે મંત્રીશ્રીએ મહત્વની જગ્યા પર કાયમી કર્મચારી જ રાખવા જાેઈએ તેવો મત પણ ખાનગીમાં વ્યક્ત કર્યો. ૨૦૨૨ની ચૂંટણી પહેલા પક્ષમાં અસંતોષ ખાળવા બોર્ડ નિગમમાં નિમણૂંક થશે તેવી વાત જાેરશોરથી ચાલી..ચૂંટણી આવી અને ગઈ પણ ખરી.. પરંતુ બોર્ડ નિગમમાં નિમણૂંકની વાત અધ્ધરતાલ જ રહી. અનેક બોર્ડ નિગમમાં ચેરમેન-ડેપ્યુટી ચેરમનેના પદ ખાલી પડ્યા છે. હવે ફરી એક વખત બોર્ડ નિગમ માટે નામાવલિ મંગવાઈ અને તૈયાર કરાઈ રહ્યાનું સંભળાઈ રહ્યું છે.. પાર્ટી કાર્યકરોમાં ગણગણાટ છે કે આ વખતે પણ નિમણૂંક થશે કે ચૂંટણી પહેલાની જેમ નામો વેઈટીંગ લીસ્ટ બનીને રહી જશે.ભૂપેન્દ્રભાઈની સરકારમાં થોડા થોડા સમયે વિસ્તરણની વાતો વહેતી થાય છે. ક્યારેક સચિવાલયની લોબીમાં તો ક્યારેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. બોર્ડ નિગમનું ઠેકાણું પડ્યું નથી ત્યાં મંત્રી મંડળના વિસ્તરણનો અંદાજાે લગાવાય છે. કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે તો વિસ્તરણ થવું જાેઈએ તેવું એક વર્ગ માને છે તો દિવાળી સુધીમાં કંઈક નવાજુની થશે તેવો પણ અંદાજાે લગાવાયો રહ્યો છે.. ૨૦૨૪માં લોકસભા ચૂંટણી પહેલા નવા મંત્રીઓ બનાવવાની ચર્ચા થાય છે. પરંતુ વિસ્તરણની વાત સાથે જ કેટલાક સંભવિતોની આંખો ચમકી ઉઠે છે. જાે કે સવાલ એ પણ છે કે વારંવાર આ વિસ્તરણનો પલીતો ચાંપે છે કોણ ૧૫૬ સિટોમાંથી અત્યારે ઘણાને મંત્રી બનવાના ઓરતા છે. પણ કરે શું? ત્યારે કોંગ્રેસમાંથી આવેલા ઘણાજ નેતાઓ કાગડોળે રાહ જાેઇ રહ્યા છે, ચેરમેન બનવાની, પણ ૧૫૬ હોય તો જરૂરી ખરી? ત્યારે હાલ ભાજપનો એક જ લક્ષ ગુજરાતમાં ૨૬માંથી ૨૬ સીટો મેળવવા અત્યારથી કવાયત તેજ કરી દીધી છે. પણ હા, ભાજપના પ્રદેશ પ્રમુખ પાવરફુલ છે, હમણાંજ મોટાભાગની મહાનગરપાલીકાઓ, પાલીકાઓ, જિલ્લા પંચાયતોમાં પ્રમુખ, મેયર, ચેરમેન પછી જે સૌથી વધારે સત્તા ગણો કે એક પાવર તો તે જિલ્લા તથા શહેર પ્રમુખોને આપ્યો છે, આના કારણે કાર્યકરોમાં જાેમ આવ્યો છે, તથા સીઆર પાટીલ દ્વારા સત્તાપક્ષો જણાવેલ કે, કામ નહીં કરો, તો નહીં ચલાવી લઉં, જેના કારણે ૧૭ જેટલા પ્રમુખોને રુકસદ આપીને નવાની નિંમણૂંક કરી છે.