કાશ્મીર ‘‘ધ કેરેલા સ્ટોરી’’ બાદ હવે ગોધરાની ફાઈલ્સ હંગામો મચાવશે

Spread the love


ફિલ્મ એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરાનું ટીઝર હવે બહાર આવ્યું છે. ૨૦૦૨ના ગોધરા રમખાણો પર આધારિત, ટીઝર દર્શાવે છે કે રમખાણો શાના કારણે થયા તેની પાછળનું સત્ય શોધવા માટે ફિલ્મ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે.છેલ્લા ઘણા સમયમાં અમુક એવી ફિલ્મો પડદા પર આવી છે કે જેના વિષે થોડા વર્ષો પહેલા વિચારી પણ નહોતું શકાતું. સૌ પહેલા તો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને મળેલી આપાર સફળતાએ નિર્માતાઓને એ પ્રકારની ફિલ્મો બનાવવાની હિંમત પુરી પડી છે. તેના જ ઉદાહરણ રૂપ હાલમાં ધ કેરાલા સ્ટોરી પણ સારી કામની કરી રહી છે. હવે આ લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવા જઈ રહી છે એમ.કે. શિવાક્ષ દ્વારા નિર્દેશિત અને બી.જે. પુરોહિત દ્વારા નિર્મિત ફિલ્મ ‘એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા’.
આર્ટવર્સ સ્ટુડિયોએYOU TUBE પર સત્તાવાર ટીઝર લોન્ચ કર્યું છે. ફિલ્મ એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરાનું ટીઝર હવે બહાર આવ્યું છે. ૨૦૦૨ના ગોધરા રમખાણો પર આધારિત, ટીઝર દર્શાવે છે કે રમખાણો શાના કારણે થયા તેની પાછળનું સત્ય શોધવા માટે ફિલ્મ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. શું તે કાવતરું હતું, અથવા ક્રોધાવેશના કારણે કરવામાં આવેલ કૃત્ય? તે જ સવાલોના જવાબ ફિલ્મ રજૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે. સાબરમતી એક્સપ્રેસના જી૬ ડબ્બામાં આગ લગાડવાની ઘટના પર આ ફિલ્મ બની રહી છે. ગોધરા કાંડ તરીકે ઓળખાતી આ ઘટનામાં ૫૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાતમાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવવામાં હતી, જેમાં ૫૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ ઘટનાના લગભગ ૨૧ વર્ષ બાદ તેના પર એક ફિલ્મ બની રહી છે. ફિલ્મનું નામ એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા રાખવામાં આવ્યું છે અને તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એમ કે શિવક્ષ દ્વારા નિર્દેશિત અને બી.જે. પુરોહિત અને રામ કુમાર પાલ દ્વારા નિર્મિત છે. ફિલ્મના કલાકારો સાથે જાેડાયેલી માહિતી હજુ સુધી મેકર્સ દ્વારા આપવામાં આવી નથી.અહેવાલો અનુસાર, ગોધરા સ્ટેશનથી ટ્રેન છૂટતાની સાથે જ ટ્રેનની ચેઈન ખેંચાઈ ગઈ અને ટ્રેન થંભી ગઈ. આ પછી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પછી એક કોચને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટના પછી તોફાનો શરૂ થયા અને કેટલાય લોકો માર્યા ગયા. આ કેસમાં ૩૧ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ગોધરા કાંડ વિશે ઃ ૨૭ ફેબ્રુઆરીની સવારે જ્યારે ગોધરામાં કટ્ટરપંથી મુસ્લિમ ટોળા દ્વારા એક ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી. જેનો ઈરાદો હિંદુઓને નિશાન બનાવવાનો હતો. ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યાથી પરત ફરી રહેલા તીર્થયાત્રીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ૧૦૦૦-૨૦૦૦ ના મુસ્લિમ ટોળા દ્વારા આ જઘન્ય કૃત્યમાં ૨૭ મહિલાઓ અને ૧૦ બાળકો સહિત ૫૯ હિંદુઓની હત્યા કરવામાં આવી હતી. ત્યારપછીના હિંદુ-મુસ્લિમ રમખાણો માટે મીડિયાએ ઘણું વગાડ્યું, પરંતુ ગોધરા કાંડ પર પડદો નાખવા માટે પુરી તાકાત લગાવી દીધી.યુપીએ સરકારે ગુજરાત રમખાણોના કેસમાં તપાસના નામે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હેરાન કરવામાં કોઈ કસર છોડી ન હતી. સુપ્રીમ કોર્ટે તેમને ક્લીનચીટ આપી હતી અને હવે આ ક્લીનચીટને યથાવત રાખવાનો આદેશ આવ્યો છે. નરેન્દ્ર મોદીએ તપાસ એજન્સીઓના સમન્સ, ન્યાયતંત્રની સુનાવણી અને રાજકીય વિરોધનું સન્માન કર્યું. પરંતુ વિપક્ષે તેમને ગુજરાત રમખાણોમાં દોષિત બતાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com