ગુજરાતમાં હવે ચેઇનસ્નેચરો ,પાકીટ મારો, મોબાઇલ ચોરનારા ,હવે રોડ, રસ્તા પરથી લૂંટ કરવા કરતાં આસાન તરીકા હોય તેવા જ્યાં કાર્યક્રમો અને પબ્લિકની ભીડ હોય ત્યાં વધારે દાવ અજમાવી રહ્યા છે ,ત્યારે આઈપીએલ મેચ શરૂ થતા આ લોકો માટે તેજીનો તરખાટ અને સીઝન આવી હોય તેમ ધબાધબી બોલાવી છે ,પણ હા, મોબાઈલ વેચનારાઓને પણ હવે તડાકો પડશે ,હવે મોબાઈલ જરૂરિયાત બની ગયો છે, ત્યારે મોબાઇલમાં પાસવર્ડથી લઈને અનેક ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ હોય તો મોબાઈલ તો ગયો પણ બીજા ડચકામાં ના ફસાઈ જાય તે જાેવું રહ્યું ,ત્યારે ૈॅઙ્મ ની મેચમાં ૨ દિવસમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી ૬૦થી વધારે ફોનની ચોરી થઇ હતી. જ્યારે આ પહેલાની મેચોમાં પણ દરેક મેચમાં ૧૬થી ૨૨ ફોનની ચોરી થઈ હતી. આમ આઈપીએલની આ સિઝનની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી દસ મેચમાં ૧૬૦ જેટલા ફોન ચોરોયા છે, જેની કિંમત એક કરોડ કરતાં પણ વધારે થાય છે.
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ વચ્ચે રવિવારે આઈપીએલની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી. જાે કે પ્રેક્ષકોએ એન્ટ્રી પણ મેળવી લીધી હતી. પરંતુ રાતે ધોધમાર વરસાદ પડતા રવિવારે મેચ કેન્સલ થઇ હતી. તે મેચ સોમવારે રમાઈ હતી. જાે કે આ બંને દિવસે સ્ટેડિયમમાં ૭૫ હજાર થી ૧ લાખ પ્રેક્ષકો મેચ જાેવા માટે આવ્યા હતા.
આ બંને દિવસમાં સ્ટેડિયમની અંદરથી અને બહારથી લોકોના ૬૦ કરતાં પણ વધારે મોબાઈલ ફોનની ચોરી થઇ હતી. જેમાંથી ૨ ફોન ચોરી થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે બાકીના ફોન ચોરી થયા હોવાની નોંધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જાે કે મંગળવાર રાત સુધીમાં જ ૫૦ ફોનની ચોરી થઇ હોવાની જાહેરાત થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતુ. જ્યારે આ આંકડો વધવાની શકયતા પોલીસે નકારી નથી. ઉલ્લેખનીય છે કે આઈપીએલની આ સિઝનમાં દસ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જાેકે ફાઇનલ સિવાયની મેચોમાં પણ સ્ટેડિયમની અંદર અને બહારથી અંદાજે ૧૬થી ૨૨ ફોનની ચોરી થઇ હતી.આ પહેલાં મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચમાં જ ૫૬ ફોનની ચોરી થઇ હતી, જેની ગંભીરતાથી નોંધ લઈ ચાંદખેડા પોલીસે વોચ ગોઠવીને અમરાઈવાડીમાંથી ફોનની ચોરી કરતી ટોળકી પકડી હતી. ટોળકીના ૪ સભ્યો પાસેથી પોલીસે ત્યારે ૧૦૦ ફોન કબજે કર્યા હતા. મેચ હોય તે દિવસે ચોર ટોળકીના માણસો સ્ટેડિયમની અંદર અને બહાર બંને જગ્યાએ ગોઠવાઈ જાય છે અને તક મળતા ફોન ચોરી લે છે. જાેકે ફોનની ચોરી કરવા માટે ચોર ટોળકી મેચની ટિકિટ ખરીદીને પ્રેક્ષકના સ્વાંગમાં સ્ટેડિયમમાં પહોંચી જાય છે.