ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે સ્માર્ટ સિટીનેજા હેઠળ કરોડો નહીં અબજાે ની ગ્રાન્ટો આવે છે ,પણ જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે ,તે મટીરીયલ્સ તકલાદી વાપરે છે, ત્યારે જાેવા જઈએ તો તંત્ર પણ તકલાદી બની ગયું છે ,કેમ જ્યારે મટીરીયલ્સ નાખવામાં આવતું હોય ત્યારે જવાબદારી કોની? ત્યારે GJ-18 મુખ્ય માર્ગો ઉપર આવી ઘણી જ ગટરોના ઢાંકણા તૂટી ગયા છે, જે તંત્રની અનેક કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી જે કામો થયા છે તે તકલાદી છે, તે આનો પુરાવો કહી શકાય, મહાત્મા મંદિરના જ માર્ગ ઉપર તપાસ કરાવો, આવી ઘણી જ ગટરોના ઢાંકણા બેસી ગયા છે ,અને આ ફોટો જે છે, તે વિધાનસભાની સામે જ્યાં હજારો વાહનો આવન જાવન કરે છે, ત્યારે અધિકારીઓથી લઈને મંત્રીઓ પણ ‘ચ’ માર્ગેથી જતા હોય છે ,ત્યારે આ તકલાદી કામની ચકાસણી કરવાની જરૂર છે ,બાકી એક કિ.મી જેટલા અંતરે મહાનગરપાલિકા આવેલી છે અને સત્તાધિશોથી લઈને અધિકારીઓ રોજ બરોજ આ માર્ગેથી પસાર થાય છે, પણ એકવાર કોઈક પડે અને ફરિયાદ થાય તો તંત્ર જાગે, બાકી હાલ તો પ્રજા એ ભોગવવાનું હોય તેવું ઘાટ છે.
ગટરોના ઢાંકણા તકલાદી GJ-18 નું જે વખાણાતું હોય તેમાં ભુઞળા ભ્રષ્ટાચાર, બટેટા ભૂંગળા અને હવે નવું આવ્યું, ગટરના તકલાદી ઢાંકણા, માણસ આખો ઉતરી જાય તેવું ઊંડું છે અને રોજબરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે ,કંઈક કરો કે પછી કોઈ પડે,ઇજાગ્રસ્ત થાય પછી કરશું ?