મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ કોર્સ ચાલુ કરવાના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે.સાયબર ક્રાઇમ ના દેશભરમાં તેમજ રાજ્યમાં મોટા પ્રમાણમાં ગુના આચરવામાં આવી રહ્યા છે અને તેનો ભોગ નિર્દોષ વ્યક્તિઓ બની રહ્યા છે. આવા ગુનાઓને નાથવા માટે તેમજ સાયબર ક્રાઇમની જાણકારી પ્રાપ્ત થાય તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આઈ આઈ ટી ના અભ્યાસક્રમમાં સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ કોર્સ ચાલુ કરવાની વિચારણા હાથ ધરાઈ છે. સંભવત ૩૧મી ના બુધવારે એટલે આજે જ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં આ બાબતે ચર્ચા વિચારણા હાથ ધરાય તેવી શક્યતા છે. દેશની સાયબર સિક્યુરિટી ક્ષેત્રે અગ્રણી કંપની કવિક હિલ સિક્યુરિટી એ કેન્દ્ર સરકારની NCRCT સાથે સાયબર સિક્યુરિટી નું શિક્ષણ આપવા અંગે કરાર કર્યો છે.જે અંતર્ગત કવિક હિલ સિક્યુરિટી એ હાલ દિલ્હી, હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સાથે સાયબર સિક્યુરિટી શિક્ષણ આપવા અંગે કરાર કર્યો છે. સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ કોર્સમાં વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી માલવેર અને રિસર્ચ એન્જિનિયરિંગ મોબાઇલ સ્માર્ટફોન ફોરેન્સિસ, બ્લોક ચેઇન ,ડાર્ક વેબ અને સાઇબર ક્રાઇમ,સાઇબર ટ્રીએટ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ફોરેન્સીસ એન્ડ ઇન્સિડન્ટ રીસ્પોન્સ, સાયબર લોહી ઇન્ડિયન પ્રીસ્પેકટીવ અને સિક્યુરિટી ઓપરેશન સેન્ટર જેવા વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે.