ગુજરાતનું કહેવાતું પાટનગર હવે મોટાભાગના શહેરી વિસ્તારો એવા મનપામાં આવી ગયું છે, ત્યારે શહેરમાં ટોરેન્ટ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત વીજ કંપનીની કાર્ય કરી રહી છે ,ત્યારે GJ-18 મનપામાં આવેલા ગામડાઓમાં જેવા કે સરગાસણ,પોર, કુડાસણ ,રાયસણ, રાંદેસણ, કોબા, ગામોમાં વારંવાર લાઈટો ગુલ થઈ જાય છે અને બંગલા ,મોટા હાઇરાઇઝડ ફ્લેટોમાં રહેતા લોકોને લાઇટો ઓછી બંધ થાય છે ,આવું કેમ ? આવો સણસણ તો સવાલ સાથે પોતાની વ્યથા કોબાના રાજુ પટેલ દ્વારા જણાવી છે ,તેમણે જણાવેલ કે આ પ્રશ્ન વર્ષોથી હતો, ત્યારે બધે ખેતી હતી, પણ હવે નવા મકાનો, બિલ્ડિંગો, ફલેટો બની ગયા છે અને હાઇલાઇટ બિલ્ડીંગોમાં લાઈટો ગુલ થતી નથી ,તો શું ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગ્રામજનો વીજ બીલ નથી ભરતા? સર્વિસ ચાર્જ નથી ભરતા ? અને ગામે વિસ્તારોમાં અને ફ્લેટોમાં રહેતા લોકો પાસે શું વીજના ભાવ અલગ છે, ગ્રામ્ય વિસ્તારમાં વીજળી રાહત દરે આપે છે, ગામમાં લાઈટો વરસાદમાં બંધ, નજીક સોસાયટી, ફલેટોમાં ચાલુ ,આવું કેમ? કોબા ,સરગાસણ , પોર થી લઇને વાવોલ ,રાયસણ, રાંદેસણ થી લઈને અનેક ગામો મનપામાં આવી ગયા છે, ટેક્સ પણ મનપાનો લાગે છે ,તો ગ્રામજનોને પૂરતી વીજળી ની સગવડ કેમ નહીં? ૨૪ કલાક ચાલુ રહેતી ઉજ્જવલા એવી જ્યોતિગ્રામ યોજના ૨૪ કલાક લાઈટ આવે છે, ખરી? GJ-18 માં જે ગામો મનપામાં સમાવિષ્ટ થયા બાદ મોટા મા મોટો પ્રશ્નો હોય તો તે વીજનો છે અને ગ્રામ્યમાં રોજબરોજ લાઈટો બંધ થઈ જાય છે, શહેરી વિસ્તારો એટલે કે ગ ગામની બાજુમાં બનેલા ફલેટો, બંગલાઓમાં લાઈટો જે વીજ કંપની આપે છે ,તે જ ગ્રામ્યને આપે છે, તો ગ્રામ્યમાં લાઈટો ઉપર કાપ કેમ?
વીજ કાપનો સૌ પ્રથમ ભોગ ગામડાવાળા બને છે, મનપામાં સમાવિષ્ટ અનેક ગામોની આ હાલત છે, ગામડાની બાજુમાં ફ્લેટો, ઓફિસો, બંગલા, હાઈરાઇઝડ બિલ્ડીંગો જે બની છે, ત્યાં રાત્રે લાઇટો ચાલુ હોય છે અને ગામડાઓમાં બંધ કેમ ? આવો ભેદભાવ કેમ? જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક લાઈટ આવી પણ ૨૪ કલાક મળી ખરી?