દેશમાં ઘણી વાર ઉચ્ચ સરકારી બાબુ એવા તધલધી નિર્ણયો કરે અને એવા પરિપત્રો કરે કે ખરેખર આ લોકોને કોણે અધિકારી બનાવ્યા? ત્યારે જોવા જઈએ તો આજે શિક્ષણનું સ્તર એટલી હદ સુધી ખાડે ગયું છે કે હવે શિક્ષક પણ ચપરાસી, ફેરીયા જેવી હાલત થઈ ગઈ છે, ત્યારે ઘણી વાર ઢોલી પણ બનાવી દીધા છે.
પ્રાપ્ત સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર સરકાર દ્વારા 16/3/ 20થી 29/3/20 સુધી પ્રાથમિક શાળાના બાળકોને કોરોના વાયરસની દહેશતની તકેદારીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાના આદેશ કર્યા છે. ત્યારે પરિપત્રમાં જે શાળાના વિદ્યાર્થીઓ હોય તેમને ઘરે જઈને એકમ કસોટીની બુક ભાષાદીપ પહોંચાડવાની તેમજ ઉપચારાત્મક કાર્ય કરવાની સૂચનાના પગલે શિક્ષકને હાલત ગામડા તથા મહોલ્લામાં ચોપડા લઈને માથે ટોપલો મૂકીને ફેરીયો ફરતો હોય તેવી થઈ ગઈ છે. ત્યારે ખેડા જિલ્લા પ્રા શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકનું માન સન્માન જળવાય તે સંધને આ નિર્ણયને પાછો ખેંચવા પ્રમુખ શિક્ષણ સંઘ ને પત્ર પાઠવ્યો છે. ત્યારે અગાઉ પણ તીડ હટાવવા થાળી વગાડવી, ઢોલ વગાડવો, જાહેરમાં સોચાલય કરતા તત્વો સામે ફોટા પાડીને મોકલવા, આવી તધલધી નિર્ણયથી અને અનેક કાર્યક્રમોમાં શિક્ષકોને પરોલી દીધાના કારણે શિક્ષણનું સ્તર ઘટયું છે.