રથયાત્રામાં GJ-18 ના ખોદકામથી પ્રજાત્રસ્ત, તંત્ર મસ્ત, રથયાત્રા માટે ક્યારે થશો કામ કરવા વ્યસ્ત, જેવો ઘાટ
ભગવાન જગન્નાથની રથયાત્રાને પણ ખોદ કામ, ખાડા, ટેકરા નડશે, મોસાળમાં પણ યાત્રાને ભારે સમસ્યા
આખા ગુજરાતમાં સૌથી મોટી સમસ્યાઓ હાલ હોય તો તે વિકાસ બાદ ખોદકામ, રાજ્યની એક પણ મહાનગરપાલિકા એવી નહીં હોય જ્યાં ખોદકામ નહીં ચાલતું હોય, ત્યારે Gj- 18 ખાતે રથયાત્રાની કમિટીની મિટિંગમાં ખોદકામને લઈને રથયાત્રા ક્યાંથી કાઢવી અને કયા રુટ કેન્સલ કરવા તે સમસ્યા ઊભી થઈ છે ,ત્યારે આ વખતે તો જગતનાથ ભગવાન એવા મોસાળ પક્ષ એવા સેક્ટર 29 ખાતેના જલારામ મંદિર ખાતે પણ ડુંગર જેવા પહાડો માટીના ઉભા કરી દીધા છે, ત્યારે અનેક સેક્ટરોમાં ખોદકામ થી પ્રજા તોત્રસ્ત છે ,પણ હવે ભગવાન જગન્નાથની યાત્રાને મોટી સમસ્યા નડી રહી છે, પોલીસ ભવન ખાતે મેટ્રો કામ ચાલુ છે ,તે રૂટ બંધ છે.સેક્ટર 17/ 22 ખાતે પણ મેટ્રોનું કામ ચાલુ, જે રથયાત્રાને નડતરરૂપ છે, ત્યારે રથયાત્રામાં હજારો જન્મદિનની ભેગી થાય છે ,ત્યારે દર્શન કરવા જગ્યાથી લઈને દરેક જગ્યાએ ખોદેલા ખાડાથી ટ્રક જેવા વાહનો પસાર કઈ રીતે કરવા, જે અડચણરૂપી સમસ્યા ઊભી થઈ છે,
પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે રથયાત્રાના આયોજન માટે મળેલી બેંકમાં મોટાભાગના સદસ્યો દ્વારા અગાઉ કોરોના સમયે યોજાયેલ પ્રતિકાત્મક રથયાત્રા યોજાયેલ હતી. તે પ્રમાણે નાના રૂટનીપસંદગી કરવાનું વિચારાર્થે હોવાનું ચર્ચાઇ રહ્યું છે્, ત્યારે પૂ.શાસ્ત્રીજીની આગેવાનીમાં રથયાત્રા કમિટીના ઉચ્ચ હોદ્દેદારોએ જે જગ્યાએથી રથયાત્રા નીકળે છે, તે રૂટનું નિરીક્ષણ કરી રુટ અંગેનો યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. રથયાત્રામાં પરંપરાગત રૂટ પર જતા ઠેર ઠેર ટ્રાફિક જામ તેમજ ધમાચકડી વધી જવાના ભયે પોલીસ પણ પરવાનગી નહીં આપવાની મોટી ચિંતા પણ બેઠકમાં વ્યક્ત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ભગવાન જગન્નાથની યાત્રાને ગટર, ભૂંગળા ,પાઇપલાઇનની ખોદકામ બાદ સુવ્યવસ્થિત પુરાણ ન થતા યાત્રા ટૂંકાવી પડે તેવી સ્થિતિ, ભગવાનના મોસાળમાં પણ ખોદકામના ડુંગરા ખડકી દેતા મોસાળમાં યાત્રીકોને બેસાડવાથી લઈને સ્વાગત કરવાનો પણ મોટો પ્રશ્ન ,સેક્ટર 29 જલારામ મંદિર ખાતેથી લઈને સેક્ટર 28,29 ,30 માં દરેક જગ્યાએ ખોદકામ અને મેટ્રોના કામના કારણે રૂટ નાનો અને બદલવો પડે તેવી સ્થિતિ,
સચિવાલય પોલીસ ભવન ના કર્મચારીઓને આ વખતે દર્શનનો લાભ નજીકથી એટલે કે સચિવાલયના રૂટથી મળે તેવી ઓછી શક્યતા ,સેક્ટર સાતમાં પણ ખોદકામ હવે પ્રશ્ન પેચી દો.