ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સીટી અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવે છે ? : કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ

Spread the love

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા

સરકાર તાત્કાલિક રિટાયર્ડ જજની દેખરેખમાં ફી નિયમન કમિટી નીમે તેવી ઉગ્ર માંગ : અલગ અલગ કોર્સ માં વાર્ષિક ૪.૨ લાખ રૂ સુધીની ફી ઉઘરાવવામાં આવી રહી છે

અમદાવાદ

આજે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં શિક્ષણ ના વેપારીકરણ અને ખાનગીકરણ ની ઘેલછા માં શિક્ષણ ની ફી આસમાને પહોંચાડી છે. ગુજરાત રાજ્ય માં ૧૦૮ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી ને મંજુરી આપી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સ માં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવા માં આવી રહી છે. ગુજરાત ની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણ માં ટોપ યુનિવર્સિટી ક્લબ માં ના આવે, પણ વિદ્યાર્થીઓ – વાલીઓ પાસેથી વન મિલિયન ફી ક્લબ માં જવાની ઘેલછા છે.

ગુજરાત ની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ , બીએ અને બીબીએ ની ફી મેડિકલ ની ફી કરતા પણ મોંઘી. ગુજરાત ની ૧૦૮ પૈકી કેટલીક યુનિવર્સિટી ના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સ ની ફી જોઈએ અને સરકાર ની કોલેજો ની ફી જોડે સરખાવવમાં માં આવે તો મોટો તફાવત જોવા મળે છે . અમદાવાદ યુનિવર્સિટી ના જે બિલ્ડિંગ માં સવારે બીકોમ માં વાર્ષિક ૪.૨ લાખ રૂ ફી ઉઘરાવવા માં આવે છે, તે જ કેમ્પસ માં બપોરે ગુજરાત યુનિવર્સિટી ની ફી આશરે ૨૫૦૦ ઉઘરાવવા માં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમ માં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવા માં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએ ના વાર્ષિક ૨ લાખ રૂપિયા ઉઘરાવવા માં આવી રહ્યા છે. પંડિત દીનદયાળ ના અંત્યોદયના સિધ્ધાંત નો પ્રચાર ભાજપ ના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી માં બીકોમ અને બીએ જેવા કોર્સ માં સેમેસ્ટર દીઠ ૧.૩૫ લાખ ફી ઉઘરાવવા માં આવી રહી છે. કોંગ્રેસના શાસન માં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક ૨૦૦૦ થી ૨૫૦૦ ની વચ્ચે ભણાવવા માં આવે છે. વિદ્યાર્થીનીઓ ને ટ્યુશન ફીસ પણ માફ કરવા માં આવી છે. વિદ્યાર્થીઓ ને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવામાં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજ ની ફી નિયમન કમિટી ની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે તેના ઉપર પણ અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? વન મિલિયન ફી ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટી નાં સત્તાધીશો થી સરકાર કેમ ગભરાય છે? ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com