ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ
૧૮૦૦૦ ગામડાને આવરી લેતી સ્વ. કેશુભાઇ પટેલની ગોકુળ ગ્રામ યોજના શરુ કરો : મનહર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે ૧૬ જિલ્લાના ૩૫ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ આક્ષેપ કરતા જણાવે છે કે ભાજપા સરકાર ગુજરાતના ૧૮૦૦૦ ગામોને સ્માટઁ બનાવવાને બદલે ૨૭ વષઁમા ૨૭ ગામો સ્માટઁ ન બનાવી શકી ? ભાજપા સરકાર સ્માટઁ વિલેજની વાત બંધ કરે ચોખ્ખુ પીવાનુ પાણી-ગટર-પાકા રોડ-સ્ટ્રીટ લાઇટ-આરોગ્ય-શિક્ષણની સવલત અને સ્વચ્છતાની પ્રાથમિક સુવિધા આપે.વર્ષ ૧૯૯પની ગોકુળ ગ્રામ યોજનાને કાયાઁન્વિત કયાઁ વગર જ ૧-૪-૨૦૧૩ માં બંધ જાહેર કરીને ભાજપા સરકારે ગામડાથી મો ફેરવ્યુ હતુ,ત્યાર બાદ ભાજપા સરકારને ૧૦ વષઁ પછી ગામડા યાદ આવ્યા.૧૮૦૦૦ ગામડાને આવરી લેતી સ્વ. કેશુભાઇ પટેલની ગોકુળ ગ્રામ યોજના શરુ કરો.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે ૧૬ જિલ્લાના ૩૫ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે.સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ ગામોને વિકાસ કાર્યો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે.