સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ વિડિયો
અમદાવાદ
સોશિયલ મિડીયામાં તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ એક વિડિયો વાયરલ થયેલ જે વિડિયો જોતા એક ઓટો રીક્ષા નં. GJ-27W-9775 નો ચાલક ડ્રાઇવર કાલુપુર રેલ્વે સ્ટેશન થી પેસેંજર લઈ પેસેંજરને રસ્તામાં ઉતારી બળજબરીથી પૈસા પડાવતો હોવાનુ તથા પેસેન્જરને માર મારતો હોવાનુ જણાતો હોય જેથી રીક્ષા ડ્રાઇવર તેમજ રીક્ષાની ડીસીપી ટ્રાફિક પૂર્વ સ્કોડના માણસો દ્વારા ખાનગી રાહે તપાસ કરાવતા રીક્ષા ડ્રાઇવર મોહનલાલની ચાલી રાજપુર ગોમતીપુર નાનો હોવાનુ જણાઇ આવતા રીક્ષા ચાલકની તેના રહેઠાણના સરનામે જઈ તપાસ કરતા રીક્ષા ચાલક રીક્ષા સાથે હાજર મળી આવતા સદરીનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ અકબર મુમતાજ હુસેન ખલીફા ઉ.વ.૩૮ રહે, ૧૪૬૩-બી ૬૩, મોહનલાલની ચાલી રાજપુર ગોમતીપુર નાનો હોવાનુ જણાવેલ જેથી ઇસમની રીક્ષા એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ પો.ઇન્સ “એચ” ટ્રાફિક પો.સ્ટે. દ્વારા ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ રીક્ષા ચાલકનુ ડ્રાઇવીંગ લાઇસન્સ તેમજ પરમીટ રદ કરવા આર.ટી.ઓ અધિકારીને રીપોર્ટ કરવા સુચના કરવામાં આવી હતી. તથા રીક્ષા ડ્રાઇવર વિરુધ્ધ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે અટકાયતી પગલા લેવડાવવામાં આવ્યા છે. વિડિયોમાં જણાતા પેસેંજર મળી આવેલ ન હોય તેઓની તપાસ ચાલુમાં છે. આમ સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે ત્વરીત કામગીરી કરવામાં આવી હતી.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(૧) મ.સ.ઇ. નિરજકુમાર સભાજીતસિંઘ
(૨) પો.કો. રાજેશકુમાર મથુરભાઇ
(૩) પો.કો. ભોળાભાઇ જીલુભાઇ