23 વર્ષના ભાજપના શાસન કાળમાં હવે કાર્યકરો માંથી ગોતી ગોતીને કંચો કાઢશે,
ભાજપમાં હવે જ્ઞાતિવાદ નહીં, આ ચાલશે, આ નહીં ચાલે, બાકી ભુપેન્દ્ર દાદા, CR પાટીલ ચાલ્યા કે નહીં, હલ બલાઈ નાખ્યા કે નહીં,
ગુજરાતમાં 23 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે, ત્યારે 23 વર્ષમાં અનેક પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી પણ બદલાયા, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નું એક સપનું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના માધવસિંહ સોલંકીના શાસનમાં જે રેકોર્ડ બ્રેક 149 સીટો આવી હતી તે રેકોર્ડ તોડવાનો, ત્યારે અનેક વખતે જ્ઞાતિવાદ મુજબ પ્રદેશ પ્રમુખો બદલવામાં આવ્યા, 23 વર્ષના શાસનમાં સીટો વધે અને પાછી ઘટે, ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે આર.સી ફળદુ, પરસોતમ રૂપાલા, વિજય રૂપાણી, જીતુ વાઘાણી થી લઈને તમામ ઉપર દાવો અજમાવ્યો હતો ,પણ કોંગ્રેસનો રેકોર્ડ કોઈ તોડી ન શક્યું , ત્યારે ભાજપ દ્વારા નવો જ દાવ હોય તેમ નવી ગિલ્લી નવો દાવ તેમ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલને નિમણૂક આપી, ત્યારે સી આર પાટીલની બાબતમાં ચોક્કસ જ્ઞાતિ દ્વારા હોહા મચી હતી કે ભાજપ બે ડિજિટમાં જતી રહેશે, રેકોર્ડ તોડવાની વાતો તો દૂર રહી, ત્યારે સી આર પાટીલ પોતે કોઈ જ્ઞાતિ રામીકરણ મુજબ નિમણૂક ન થઈ હતી, પણ પાયાના કાર્યકરથી લઈને નાના વેપારી સાથે પણ ચર્ચા કરનારા અને જમીન પર જ ચાલતા સી આર પાટીલે 156 સીટો સાથે જડબેસલાક સીટો સાથે પીએમ તથા કેન્દ્રીય ગૃહ મંત્રી નું સપનું હતું ,તે પૂર્ણ કર્યું હતું ,ત્યારે સી આર ને કર દિયા કમાલ ,બાકી વિરોધીઓમાં ભારે નથી ધમાલ,
હા ,મુખ્યમંત્રીએ પણ અનેક નિર્ણયો મજબૂત લીધા હતા, ત્યારે 156 સીટો આવી ત્યારે સીઆર નું લોજીક જે હતું તે પેજ પ્રમુખ બનવાનું ,તે આઈડિયા કારગત નીવડી હતી, ત્યારે હવે જે પ્રભુત્વ વર્ષોથી ચાલી રહ્યું છે, કે આ જ્ઞાતિ ન ચાલે ,આ જ્ઞાતિનું જ સમીકરણ બેસે, તે હવે નહીં ચાલે, કોઈપણને લોટરી લાગશે ,જેમાં કામ કરશે અને જેનામાં IQ કોનામાં પાવર ફુલ છે, તે ઉપર જ નક્કી કરવામાં આવશે ,આજ દિન સુધી અનેક જિલ્લાઓમાં જ્ઞાતિ સમીકરણથી હોદ્દાઓ આપવામાં આવતા હતા ,પણ હવે તમામ જ્ઞાતિને સાથે રાખીને ચાલનારા જ હવે માર્કેટમાં અને ભાજપમાં ચાલશે, ત્યારે હીરાની પરખ ઝવેરી જાણે, ત્યારે પ્રદેશ પ્રમુખ હીરાની પરખના પાવરફુલ જાણકાર ઝવેરી છે, ગમે તેવી લખોટીઓ હોય પણ કંચો ક્યાં છે ,તે શોધી આપે, ત્યારે GJ- 18 ભાજપમાં શહેર પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખના પદ હોય તેમાં હવે જ્ઞાતિવાદથી ઉપરવટ હવે કાંઈક નવાજૂની ના સંકેતો મળી રહ્યા છે, ત્યારે Gj- 18 ખાતે અગાઉ અશોક ભાવસાર જિલ્લા પ્રમુખ તરીકે આવ્યા, ત્યારે ભાવસાર જ્ઞાતિ કેટલી? પણ ટન ટના ટન સંગઠન ચલાવીને હજારો નવા કાર્યકરો મેદાનમાં લાવ્યા અને જે સેક્ટર 21 ખાતે કમલમ બન્યું છે, તે આભાથી ને આભારી છે, અશોક ભાવસાર તો બદલાઈ ગયા પણ સેક્ટર 21 કમલમ જે મુકતા ગયા તે પક્ષ અને કાર્યકરો માટે જ બેઠક થઈને? ત્યારે હવે જ્ઞાતિવાદનો ચરખો નહીં ચાલે, બાકી કામ અને IQ ચાલશે ,ત્યારે GJ-18 ખાતે આજ દિન સુધીના ઇતિહાસમાં શહેર પ્રમુખ તરીકે રાજપૂત સમાજને ક્યારેય સ્થાન મળ્યું નથી , સ્થાન એસ.સી ,એસટી, ઓબીસીને, ત્યારે હા ,કોંગ્રેસમાં મોટાભાગનાને સ્થાન મળ્યું છે ,ત્યારે Gj- 18 નું રાજકારણ થોડું ચડતું છે, પણ હવે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતે કયા હીરાને પારખીને નવા શહેર પ્રમુખ બનાવે છે કે પછી રીપીટ?
સીઆર પાટીલ, ભુપેન્દ્ર કાકા દરેક કાર્યકરો માટે જમીનથી ચાલનારા મળ્યા છે, ત્યારે વર્ષોથી જ્ઞાતિવાદનો એકડો હવે નહીં ચાલે, બાકી સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ જ્ઞાતિવાદ સમીકરણથી થોડા આવ્યા હતા, પણ કર દિયા ને કમાલ, ત્યારે પૂર્વ જિલ્લા Gj- 18 ભાજપ પ્રમુખ અશોક ભાવસારની જ્ઞાતિ શહેરમાં ન હોવા છતાં ભાજપને મજબૂત કરવા જે પાયો રચ્યો તેમના સમયમાં એ હજારો કાર્યકરો અત્યારે સેક્ટર 21 કમલમમાં દેખાઈ રહ્યા છે.
ભાજપમાં હવે જ્ઞાતિવાદ અને જ્ઞાતિ સમીકરણ નહીં ચાલે ,ફક્ત તમામને સાથે રાખીને ચાલનારા અને જ્ઞાતિવાદથી દૂર રહેનારા જ ચાલશે,
ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ પણ ખૂબ જ સારી કામગીરી કરેલ જે મનપા જિલ્લા પંચાયત, Gj- 18 ની પાંચ વિધાનસભા સીટ વધે કમળનો કેસરિયો, ત્યારે આજે પણ પાવરફુલ, હવે રીપીટ થાય છે કે પછી નવો ચહેરો આવે છે, ત્યારે જિલ્લામાં અનિલ પટેલ (જિલ્લા પ્રમુખ) છે, જેથી બ્રહ્મ સમાજને ચાન્સ આપી દીધો, હવે બદલે છે કે પછી નવા ચહેરાને સ્થાન તે આવનારા દિવસોમાં જોવાશે,
ભાજપના દરેક કાર્યકર માટે સીઆર છે, તો મુમકિન છે, મોદી છે ,તો મુમકિન છે ,ત્યારે હવે જ્ઞાતિવાદ નહીં પણ iq અને દરેક સમાજને સાથે રાખનારા કાર્યકર જ હવે આસાન પર બિરાજશે ઓન્લી વર્ક.