આરોપીને લોકઅપ ની જગ્યાએ અન્ય રૂમમાં રખાયો હતો, કસ્ટડીની જવાબદારી કોની?
સે -21ના PI નાના સ્ટાફને બચાવતા PI ને સસ્પેન્ડ થવું પડ્યું, ગુજરાતમાં પ્રથમ કિસ્સો ગણાય કે નીચેના સ્ટાફની ભૂલ PI એ માથે લીધી,
GJ-18 સેક્ટર 21 પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા કસ્તુર માલી સહિતના આરોપીની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી લેવાઈ હતી. પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનાના આરોપીને લોકઅપની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં વીઆઈપી સગવડ આપવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસ મથકમાં આરોપીને વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનું માનીને એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચીને એક રૂમમાં પંખા ની સુવિધા સાથે લોકઅપમાં રાખવાની જગ્યાએ બહાર અન્ય જગ્યાએ સૂવાની સુવિધા રાખવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થતા ઉચ્ચ કક્ષાએ આ મુદ્દે ગંભીર નોંધ લઈને જિલ્લા પોલીસ વડાએ સેક્ટર 21 પોલીસ મથકના PI PB ખાંભલા અને અન્ય પી.એસ.ઓ.ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વધુમાં અમારા માનવ મિત્રના પત્રકાર દ્વારા વધુ જાણકારી બીજા દિવસે ખાનગીમાં મેળવતા એવી માહિતી પણ પ્રાપ્ત થયેલ છે કે આરોપીને છાતીમાં દુખાવો અને બીપી લો થઈ ગયેલ જેથી પોલીસ સ્ટાફે માણસાઈની દ્રષ્ટિએ દવાખાને લઈ જવા તજવીજ કરતા હતા ,ત્યારે થોડીવાર પ્રાથમિક સારવાર જરૂરી બનતા થોડીવાર એક રૂમમાં પંખા નીચે સુવડાવેલ હોવાનું જાણવા મળેલ અને એ દરમિયાન થોડીવારમાં વિડિયો કોઈએ લઈ લીધેલ, બાદમાં કસ્તુરીને પોલીસે સિવિલમાં લઈ જવાનું કહેતા બોલ્યા કે હવે મને ઠીક છે, મારે નથી જવું હવે સિવિલ ,પણ રાત્રે થોડીવાર બાદ લોકઅપમાં મૂકવામાં આવ્યુ હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે ,ત્યારે આ બનાવ વખતે પીઆઇ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર ન હતા અને પોતે રાત્રે જમવા ગયેલ અને મોડીરાત્રે પેટ્રોલિંગ હોવાથી પોતે કામકાજ પતાવી ને નીકળ્યા હતા, અને પોલીસ કર્મચારી દ્વારા ફોન આવતા તેમને જાણ કરાતા દવાખાને લઈ જવા સુચના આપેલ, પણ થોડીવાર પ્રાથમિક સારવારમાં સારું થઈ જતા સિવિલ જવું ન પડ્યું હતું. ત્યારે આ વિડીયોથી ઉચ્ચકક્ષાએ નોંધ લેતા કહેવત છે કે લીલા ભેગું સુકુ પણ બળે ,પણ અહીંયા સૂકા ભેગું લીલું બળ્યું, ત્યારે વર્ષોથી સરકારી કચેરી હોય કે પછી પોલીસ સ્ટેશન, હર હંમેશાં નાના કર્મચારીનો જ ભોગ લેવાય ,ત્યારે અહીંયા નાના કર્મચારીનો ભોગ લેવાનું જોતા PI એ પોતે જવાબદારી માથે લીધી, ત્યારે પીઆઇ ને સત સત પ્રણામ ,બાકી આજ દિન સુધી કોઈ ઉચ્ચ અધિકારી હોય તે નાના કર્મચારી ઉપર જ પોટલું નાખી દે, ત્યારે પરેશ પોતે રેશમાં હાર્યા નથી ,પરેશની રેશમા ભલે વાગી ઠેસ, થયો ભલે કેસ ,પણ પોલીસ બેડામાં આ પોલીસ પીઆઇ ની નાના કર્મચારીમાં ખૂબ જ મોટી કે ક્રેડિટ સાથે ચર્ચા ચાલી રહી છે ,બાકી આજ દિન સુધી કોઈપણ કેસ ,ગુનામાં નાના કર્મચારીના ગળે જ ઘંટ આવી જાય,,બાકી બીજા મોટા ઘંટ વગાડીને નીકળી જાય ,હા ,પીઆઇ ખાંભલાની કામગીરી પણ પાવરફુલ હતી ,રોજ રાત્રે નાઈટ પેટ્રોલિંગ અને ઘ -૪ પાસે રાત્રે 11:00 વાગ્યા બાદ લુખ્ખા તત્વો તથા બાઇકરો જે હોહા મચાવતા હોય તે સદંતર બંધ થઈ જ ગયા હતા, ત્યારે નાના કર્મચારીની ભૂલની પી.આઇને સજા જેવો ઘાટ સર્જાયો છે.
ઉનાળો હોવાથી ગરમી અને 43 ડિગ્રી તાપમાન હોવાથી લોકઅપમાં પંખો હોતો નથી ,ત્યારે આરોપીને ગભરામણ થતા અને બીપી લો થઈ જતા તેણે બૂમો પાડતા પોલીસકર્મી દ્વારા બહાર કાઢીને તેને સિવિલ લઈ જવા તજવીજ કરેલ, પણ તબિયતમાં વધારે પરસેવો છૂટતા પ્રાથમિક સારવાર પોલીસે માણસાઈની દ્રષ્ટી એ કરતા અલગ રૂમમાં થોડી વાર સુવડાવીને સિવિલ લઈ જવાની તજવીજ ચાલતી હતી ,તે દરમિયાન વિડીયો વાયરલ કોઈ કરી લેતા ઉચ્ચ કક્ષાએ વિડિયો ની નોંધ લેવાઈ હતી, બાકી સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ પીઆઇ ની જવાબદારી લોકઅપમાં આરોપી હોય પછી કોની? ગરમી અને બીપી લો થઈ જતા આરોપીને કંઈક થઈ ગયું હોત તો ? ત્યારે આ તમામ મુદ્દા પણ ચર્ચાનો વિષય બન્યા છે ,બાકી એક પોલીસે નામ ન આપવાની શરતે જણાવેલ કે સાહેબ નાના કર્મચારીને બચાવવા માથે લીધું હોવાની ચર્ચા,