નાગરીકોને મેચ જોવા નહીં આવવા માટે ધમકી ભર્યા પ્રીરેકોર્ડેડ વોઇસ કલીપના કોલ કરી નાગરીકોને ગભરાટ પેદા કરી ઉપરાંત જુદા જુદા ધર્મ અને કોમ વચ્ચે દુશ્મનાવટ, તિરસ્કાર અને વૈમનશ્ય ફેલાવનાર આરોપીને. ચાર સીમ બોકસ સાથે સાયબર ક્રાઇમે પકડ્યા
અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર મેચમાં ગઇતા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ મોડી રાત્રી થી તા.૦૯/૦3/૨૦૨૩ ના સવાર સુધી જુદા જુદા અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી જુદા જુદા નાગરીકો ઉપર કોલ કરી તા.૦૯/૦3/૨૦૨૩ ના રોજ ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન મેચ જોવા આવનાર હોય જે અનુસંધાને ભારતીય નાગરીકોને ગુનાહીત ધમકી આપતી પ્રીરેકોર્ડેડ વોઇસ કલીપ કોલમાં સંભળાવવામાં આવતી. જેમા પ્રથમ કલીપમાં “People of Gujarat on the eth March. Stay home and stay safe, because Pro-khalistan Sikhs are going to storm Narendra modi cricket Stadium and install Khalistan flags. Do not become victim between Pro-khalistan Sikhs and Indian police. Modi is responsible for the deaths of thousands of Sikh farmers in Punjab, and we are out to show. Honourable Prime Minister Albanese that Modi is a killer of Muslims in 2002 and he is the killer of Sikhs. People of Gujarat stay home. Stay safe. Pro- khalistan Sikhs are going to storm the cricket stadium. “તેવુ પ્રીરેકોર્ડેડ હતુ. તેમજ બીજી પ્રીરેકોર્ડેડ કલીપમાં “People of Gujarat. Messages from Sikhs for Justice. General Counsel Gurpatwant Singh Pannu. Stay home. Stay safe. Pro-khalistan. Sikhs are going to raise Khalistan flag during the cricket match. Please do not fall prey to this false security which Gujarat police is providing. We will install Khalistan flag today. Our tomorrow. Stay home. Stay safe. “મુજબની વોઇસ કલીપ ખાલીસ્તાન ચળવળના નામે “Sikhs for Justice” નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતા મુખ્ય સુત્રધાર “Gurpatwant singh Punnun” નાઓના અવાજમાં અગાઉથી તૈયાર કરવામાં આવેલ પ્રીરેકોર્ડેડ વોઇસ કલીપ કે જે ભારત દેશમાં આંતકવાદી પ્રવુતી આચરવાના હેતુથી ગુનાહીત કાવતરું રચી બનાવવામાં આવેલ હતી. સંગઠન શીખ ફોર જસ્ટીસને ૨૦૧૯માં આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવેલ છે જે ભારત વિરોધી પ્રવૃતી કરવા માટે જાણીતું સંગઠન છે. જેથી આ ગુરપતવંત સિંઘ પુત્રુંને ના અવાજ માં તે ધમકી ભરેલ વોઇસ કલીપ નાગરીકોને કોલ કરી સંભળાવવામાં આવેલ. તેમજ તેવા જ પ્રકારનો વોઇસથી બનાવેલ વિડીયો ફરીયાદમાં જણાવેલ ટવીટર આઇ.ડી ઉપરથી વાયરલ કરી ભારત દેશના નાગરીકોના મનમાં ગભરાટ પેદા કરી તથા ભારત દેશની એકતા, અખંડીતતા, સાર્વભૌમત્વ ને નુકશાન પોહયાડવાનુ કુત્ય કરી ભારત દેશના જુદા જુદા ધર્મ અને કોમ વચ્ચે દુશ્મનાવટ, તિરસ્કાર અને વૈમનશ્ય ફેલાવી ભારતજુદા જુદા વર્ગને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી ભારતમાં આતંકવાદી પ્રવુતી કરવાનુ ગુનાહીત કૃત્ય કર્યું હતું. આ ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમીશનર જે.એમ.યાદવ સંભાળી લઇ આ ગુનાના કામે અગાવ ત્રણ આરોપીઓને ઇલોક્ટ્રોનિક ડિવાઇસ સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં સડોવાયેલ બીજા આરોપીઓની ટેકનીકલ માહીતી મેળવી તે માહિતીનું ટેકનિકલ એનાલિસિસ કરતા આ ગુનામાં સડોવાયેલ આરોપીઓ ભિવંડી (મહારાષ્ટ્ર) ખાતે થી ગુનો આચરતા હોવાનું તપાસ દરમિયાન જણાય આવતા પો.સ.ઇ ટી.એન.મોરડીયા તથા ટિમના માણસોને મોકલી આપતા આ ગુનામાં સડોવાયેલ આરોપીઓ દીલબરી એપાર્ટમેન્ટ ખાન કંપાઉન્ડ ભિવંડી, થાણે, મહારાષ્ટ્ર ખાતેનકલી ટેલિફોન એક્સચેન્જ ઉભુ કરી આ ગુનાને અંજામ આપ્યો હતો. ઈસમને મહારાષ્ટ્ર ખાતેથી સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે લાવી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીઓના નામ
(૧) મશીદ s/o ગુલશેર ખાન ઉંમર-૪૩ રહેઠાણ- D-૪૦૪, દિલબરી એપાર્ટમેન્ટ, પીરાની પાડા, શાંતિ નગર, ભિવંડી, થાણે, મહારાષ્ટ્ર
(૨) મોહમ્મદ શાહિદ s/o જફરે આલમ ઉમર-૪૨ રહેઠાણ- રૂમ નં. ૬, બીજો માળ, હાજી નાસીર કોમ્પ્લેકસ, ગેબીનગર, ભિવંડી, થાણે, મહારાષ્ટ્ર
આરોપીઓ પાસેથી મળેલ મુદ્દામાલ
પકડાયેલ આરોપી પાસેથી ગુનો કરવા તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ૪ સીમબોકસ 3 રાઉટર 3 મોબાઇલ ફોન ૧ લેપટોપ ૬૦૫ સિમકાર્ડ કબજે કરી આ બાબતે ઉડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહેલ છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
(૧) મદદનીશ પોલીસ કમીશનર જે.એમ.યાદવ
(૨) પો.સ.ઇ ટી.એન.મોરડીયા
(૩) મ.સ.ઈ યશરાજસિંહ વિક્રમસિંહ
(૪) અ.પો.કો અશ્વીનકુમાર વિરજીભાઇ
(૫) એલ.આર. કુલદિપસિંહ ભરતસિંહ
(૬) એલ.આર. રવિકુમાર બાબુભાઈ