ઠાકોર સમાજ નો ઇતિહાસ રંગીલો, શૂરવીરતા, અને જાન આપી દેનારા તથા દેશ માટે ખમી ગયેલા અનેક શૂરવીરો છે, ત્યારે ઠાકોર એટલે ભોળા ભગવાન શિવજી કહેવાય, ત્યારે કહેવત છે કે ઠાકોર ક્યારે પીઠ પાછળ ઘા ના કરે, સામે છાતી એ લડે અને કહે કે કાલે હું આમ કરીશ, તૈયાર રહેજે, ત્યારે આજે પણ વર્ષો પહેલા શહિદ થયેલા યોદ્ધાઓથી લઈને આજના ઠાકોર સમાજમાં યુવાનોમાં પણ જુસ્સો અને લોહી વહી રહ્યું છે, ત્યારે ઠાકોર સમાજના ઇતિહાસ ઉપર નજર કરીએ તો અમદાવાદના જુહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ જુહાજી ઠાકોરે વસાવ્યું હતું. અમદાવાદનું વસ્ત્રાપુર વસ્તાજી ઠાકોરે, તથા રાણીપ રાણાજી ઠાકોરે વસાવ્યુ હતું.
૧૮૫૭ના સંગ્રામમાં સૌપ્રથમ તાજપુર ગામના રત્નાજી ઠાકોર અને રંગાજી ઠાકોર શહીદ થયા હતા. ખેડાના રાજા જીવાજી ઠાકોરે અંગ્રેજાેની શરણા ગતી ના સ્વિકારી વિરગતીને પામ્યા હતા.જીવાજી ઠાકોરની હાર થતા ત્યાં હજારો ઠાકોરોને અંગ્રેજાેએ ફાંસીએ ચડાવ્યા હતા, તેથી ત્યાના એક વડને ફાંસિયા વડ કહેવામાં આવે છે. ૧૮૫૭માં વિજાપુર અને વડનગર માંથી ૩૦૦૦ નું ઠાકોર લશ્કર બ્રિટિશરો સામે પડ્યું હતું.
જેમા પહેલીવાર ઠાકોરો જીત્યા હતા. અને બીજીવાર અંગ્રેજાેના આધુનિક શસ્ત્રો સામે ફાવી ન શકતા હાર મળી હતી.મહીકાંઠાના ઠાકોરો ૧૮૫૭મા અંગ્રેજાે સામે મસ્તક ના ઝુકાવવાની કારણે, અંગ્રેજાેએ ખેરડાના ઠાકોર જેસંગબાપા, અને ખોરવાડના ઠાકોર પીજીને દેશનિકાલની સજા આપી હતી.
૧૮૫૭ માં જયસિંહ ઠાકોરએ ખેડાને આઝાદ ઘોષિત કર્યુ હતું. ૧૮૫૭ના સંગ્રામમાં ઠાકોરોની હાર થતા, અંગ્રેજાે તથા વડોદરાની ગાયકવાડ સરકારે ઠાકોરોને નિઃ શસ્ત્રીકરણ કરાવ્યું,
જેમા ઉત્તર-મધ્ય ગુજરાતના ઠાકોરો પાસેથી ૧૬૦ તોપો, ૨૧૦૩૬ બંધુકો, ૧,૧૮,૭૯૯ તલવારો, તથા ૩,૦૬,૯૭૨ અન્ય હથિયારો જપ્ત કર્યા.આ પરથી અનુમાન લગાવી શકાય કે તે સમયે વસ્તી ઓછી હોવા છતા આટલા શસ્ત્રો હશે તો હર એક ઠાકોરના ઘરે ૧૦થી ૧૫ તલવારો અને બંધુકો હશે.
૧૭૨૮માં શામળાજીના કાળિયા ઠાકોર રણછોડ | રાયજી મંદિરના રક્ષણ માટે ત્યાંના ઠાકોરોએ યુદ્ધ કર્યું હતું. ૧૭૬૨મા ટિંટોઈ ગામના ઠાકોરો દ્વારા કાળિયા ઠાકોરના મંદિર શામળાજીનું સમારકામ કરવામાં આવ્યું હતું.
દેત્રોજમાં એક મુસ્લિમ પરિવારને આશરો આપવા માટે ૯૦૦ થી વધુ ઠાકોરો ખપી ગયા હતા. જેમાં નથુજી ઠાકોર નામના વીરનું નામ અમર છે.
ઠાકોર ભોળા એટલે કહેવાય છે, કે ગુજરાતમાં અનેક લોકોની જમીનો જતી રહી, લખાઈ ગઈ, એ ભોળા ભાવના કારણે, આજે રાજકીય ક્ષેત્રે તથા ભણતરક્ષેત્રે હવે ઠાકોર સમાજ આગળ આવી રહ્યો છે, પણ હજુ ઘણું ગ્રામ્ય વિસ્તારમાં પછાત છે, ત્યારે એમની શોર્ય ગાથા અને સામે છાતીએ ઘા કરવાવાળા, પીઠ પાછળ નહીં એ ઠાકોર સમાજના અનેક જિલ્લાઓને સત્ સત્ વંદન…