મહાજનસંપર્ક અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની હાજરીમાં વટવા ખાતે વેપારી સંમેલન યોજાયું

Spread the love

અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી એક અખબારી યાદીમાં જણાવે છે કે મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ, રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ગુજરાત પ્રવાસ અંતર્ગત પર્યાવરણ મંદિર વટવા ખાતે વેપારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય તથા વંદેમાતરમના ગાનથી કરવામાં આવી હતી.

રાણેએ વેપારી સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે “ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા જન સંપર્ક અભિયાન અંતર્ગત મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ એવી ગુજરાતની બે લોકસભામાં પ્રવાસ કરવાનો મોકો મળ્યો તેને હું મારું સૌભાગ્ય માનું છું. આજે ભારત દેશના અર્થતંત્રને ૧૦માં સ્થાન થી ૫માં સ્થાન પર લાવવાનું કામ મોદીએ કર્યું છે.તે પણ કોરોના જેવી મહામારી બાદ જ્યારે આખું વિશ્વ આર્થિક દ્રષ્ટિએ ધીમું પડ્યું છે. આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા દેશમાં બનેલી એ કોરોનાની વેક્સિન છે જેના લીધે આપણે કરોના જેવી મહામારીમાંથી બહાર આવ્યા છીએ અને આપણે ઘણા દેશોમાં આ વેક્સિનને એક્ષપોર્ટ પણ કરી છે. કોરોના બાદ MSMEને ૫ લાખ કરોડથી વધુનું બજેટ મોદીએ ફાળવ્યું હતું અને તેમાંથી ૩.૭૭ લાખ કરોડ જેટલી લોન MSMEને આપીને બંધ થયેલ મોટાભાગની કંપનીને ફરી શરૂ કરવાનું કામ મોદીની સરકારે કર્યું છે. ૪ કરોડ લોકોને પોતાનું ઘર આપ્યું તથા 80 કરોડથી વધુ લોકોને ૨ વર્ષ મફત અનાજ આપ્યું છે આ તમામ સિદ્ધિઓને દેશનાં જન જન સુધી પહોચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીનો એકે -એક કાર્યકર્તા કરે તેવી હું અપેક્ષા રાખું છું. ”

આ વેપારી સંમેલનમાં સ્વાગત પ્રવચન અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર પ્રવચન વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પરેશ લાખાણીએ કર્યું હતું. આજરોજ વેપારી સંમેલનમાં કાર્યક્રમના ઈન્ચાર્જ પ્રદિપભાઈ પરમાર, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મહાનગરના પ્રથમ નાગરિક અને મેયર કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેશ બારોટ, શાસકપક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અમદાવાદ પૂર્વ લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ , વેપારી મહાજન તથા ભારતીય જનતા પાર્ટીના વેપાર સેલના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘મહા જનસંપર્ક અભિયાન’ અંતર્ગત ઠક્કરબાપાનગર વિધાનસભામાં ભાજપા સિનિયર અગ્રણી બાબુભાઈ વોરા તેમજ ઠક્કરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય કંચનબેન રાદડિયાના નિવાસસ્થાને નારાયણ રાણેએ અને અમદાવાદ પૂર્વના સાંસદ એચ. એસ. પટેલે તેમજ અન્ય હોદ્દેદારો સાથે મુલાકાત લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com