ગાંધીનગર
રાજ્ય સરકારના કાયમદા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કાયદા વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કાયદા વિભાગની મહત્વની બાબતો, અગત્યના પ્રશ્નો, કામગીરીની સમસ્યાઓ અને પડકારો સંલ્ગન વિવિધ મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય સરકારના કાયદા વિભાગ અંતર્ગતના મહેકમ, રાજ્યની કોર્ટની માળખાકીય સુવિધાઓ, સવલતો અને તેના સુદ્રઢીકરણ માટેની જરૂરિયાતો તેમજ રાજ્યમાં ન્યાયિક પ્રક્રિયાના ડિજીટલીકરણ પણ ગહન ચર્ચા હાથ ધરવામાં આવી હતી. કાયદા વિભાગ અંતર્ગત કાર્યરત IILMS (Integrated Instituional Litigation Management System)નો વ્યાપ વધારીને તાલુકા અને જિલ્લા સ્તર સુધી કરવા માટે જરૂરી ચર્ચા હાથ ધરાઇ હતી.કાયદા વિભાગ અંતર્ગતના ચેરિટી તંત્ર અને વકફ બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને પ્રવર્તમાન સ્થિતિ અંગે પણ આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં આ બેઠક અંતર્ગત ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન(DOP) ની કામગીરીનું મુલ્યાંકન પણ કરવામાં આવ્યું હતુ.મંત્રીશ્રીએ આ સમીક્ષા બેઠકમાં કાયદા વિભાગની પ્રવર્તમાન કામગીરીના સુદ્રઢીકરણ અને સુચારૂ વ્યવ્સાપન માટેના જરૂરી સુચનો પણ કર્યા હતા. સમીક્ષા બેઠકમાં કાયદા વિભાગના સચિવ પી.એન.રાવલ, વિભાગના વડાઓ, સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.