આરોપીઓ શાહરુખ શાહીદ ખાન અને શહેબાઝ મજરઅલી ખાન
અમદાવાદ
મુંબઈ શિવાજીનગર વિસ્તારમાં પોતાના મિત્રના બર્થડે પાર્ટીમાં ખૂન કરી બે આરોપીઓ અમદાવાદ ભાગી આવેલ હોવાનું જાણવા મળતા આરોપીઓ શોધી કાઢવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. જી.આર.ભરવાડ તથા બીજા સ્ટાફ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) શાહરુખ શાહીદ ખાન (૨) શહેબાઝ મજરઅલી ખાન અમદાવાદ દાણીલીમડા કોઝી હોટલ પાસે જાહેર રોડ ઉપરથી પકડી લઈ મુંબઈ શિવાજીનગર થાનાના ગુનાના કામે મુંબઈ પોલીસને સોપવામાં આવ્યો હતો.મરણજનાર સાબીર તથા પકડાયેલ આરોપી શાહરુખ અને શહેબાઝ મિત્રો છે. મરણજનાર સાબીરે પોતાની બર્થડે પહેલા બર્થડે સેલીબ્રેશન માટે રૂપિયા ભેગા કરી રાખેલ. જે રૂપિયા પકડાયેલ બન્ને આરોપીઓએ મરણ જનારની બર્થડે પહેલા તેની પાસે ખર્ચ કરાવી નાખેલ અને બર્થડેમાં તેઓ ખર્ચ કરશે તેમ જણાવેલ. જેથી મરણ જનારનો બર્થડે આવતા તેણે બન્ને આરોપી પાસે રૂપિયા માંગતા તેઓએ ના પાડેલ જેથી મરણ જનાર સાબરે આરોપી સિવાય તેના બીજા મિત્રોને બોલાવી બર્થડે સેલીબ્રેશન શરૂ કરેલ જે વાતની જાણ આરોપીઓને થતા બર્થ ડે પાર્ટીમાં ગયેલ અને મરણ જનારને ચાલુ પાર્ટીએ બહાર ખેંચી લાવી ઝઘડો કરી પેટમાં છરીના ઘા મારી મોત નિપજાવેલ ત્યારબાદ બન્ને આરોપીઓ અમદાવાદ ખાતે ભાગી આવ્યા હતા.મુંબઇ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩,૧૦૯, ૩૪ મુજબ કેસ દાખલ થયો છે.