અમદાવાદ
રેલવે પોલીસ અને DRIની મોટી કાર્યવાહી સામે આવી છે. સૌરાષ્ટ્ર મેઈલમાંથી બેનામી મુદ્દામાલ મળી આવ્યો છે. 3 થી 4 કરોડનો મુદ્દામાલ મળી આવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી જેમાં આંગડીયા પેઢીનો માલ હોવાનું સામે આવ્યું હતું. મહત્વનુ છે કે 34થી 40 લાખની રોકડ રકમ મળી આવી છે. રેલવે પોલીસે કરેલી કાર્યવાહીમાં સોનાના બિસ્કિટ અને ડાયમંડ પણ મળી આવ્યા છે.હાલ વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેમના બિલ બતાવવા બાદ આ તમામ જપ્ત કરેલો માલ પરત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર મેઇલમાં કિંમતી પાર્સલ આવ્યા હતા. રોકડ,સોના બિસ્કિટ, દાગીના અને કાચા હીરા મળી કરોડો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 9 આંગડીયા પેઢીના સ્ટાફ દ્વારા કિંમતી પાર્સલ લઈ આવ્યા હતા. મુંબઈથી અમદાવાદ સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન મારફતે આ પાર્સલ આવી રહ્યા હતા. કિંમતી સામાન તપાસ કર્યા બાદ વેપારીને પરત સોંપવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.હાલમાં રેલવે પોલીસ દ્વારા તમામ પાર્સલ ચકાસવામાં આવી રહ્યા છે. આંગડિયા પેઢીના માલિકોનું કહેવું છે કે ખોટી રીતે પોલીસ આ બાબતે પેરેશાન કરી રહી છે. ઘણા વર્ષોથી આંગડીયાના કિંમતી પાર્સલ ટ્રેનમાં આવતા હોય છે. થોડા દિવસ પહેલા પણ DRI દ્વારા પાર્સલ તપાસ કરવામાં આવ્યા હતા.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાર્સલ કોચમાંથી પ્રતિબંધિત વસ્તુઓ પાર્સલ મળ્યું હતું. આ પાર્સલમાંથી ભારતીય બનાવટની કરન્સી, ગોલ્ડ અને અન્ય વસ્તુઓ મળતા પોલીસ વિભાગ દોડતું થયું આજે અચાનક રાખેલી ડ્રાઇવમાં રેલવેના પોલીસ જવાને બોડી કેમેરાને સાથે દરોડા પાડ્યા હતા. પશ્ચિમ રેલવેમાં વિવિધ ટ્રેનોમાં ડ્રગ્સ રોકડા રૂપિયા અને ભારતીય બનાવટ વિદેશી દારૂઓ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે મોટેભાગે રેલવેના પાર્સલ કોચમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી થતી હોવાની જાણ ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયનને થતા જ ગુજરાતના અમદાવાદ બરોડા સુરત રાજકોટ વગેરે રેલવે સ્ટેશન પર બોડી કેમેરા સાથે ટ્રેનોમાં જીઆરપીના જવાન પાર્સલ કોચ પણ ચેકિંગ કરવાના આદેશ બાદ આજે વધુ મોટી સફળતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્સલ કોચમાંથી મળી હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ચિમ રેલવેમાં વિવિધ રાજ્યોમાંથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં પાર્સલોમાં અનઅધીકૃત રીતે ડ્રગ્સ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તેમજ ભારતીય ચલણ અને સોનાની તસ્કરી થતી હતી અવારનવાર રેલવે પોલીસ દ્વારા વિવિધ ટ્રેનો માંથી મોટી સંખ્યામાં પાર્સલ આવતા અન અધિકૃત પ્રતિબંધિત વસ્તુઓ પકડી પાડી હતી ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડો. રાજકુમાર પંડિયાન ને ધ્યાન પર આવતા જ તાત્કાલિક અમદાવાદ ડિવિઝન અને બરોડા ડિવિઝનના રેલવેના એસ.પી કડક સૂચના આપીને વિવિધ પાર્સલ કોચ બોડી કેમેરા સાથે જવાનોએ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો અને ટ્રેનોમાં સખત પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવાના આદેશ બાદ ગત સુરત રેલવે સ્ટેશન પરથી બરોડા ડિવિઝનના એસપી રાજેશ પરમારની ટીમે જમ્મુ તાવી એક્સપ્રેસમાં આવતા ગુટકાના બાવન કોથળા ઝડપી પાડ્યા હતા ત્યારબાદ આજે વધુ અમદાવાદના કાલુપુર સ્ટેશન પરથી પાર્સલ કોચમાંથી પ્રતિબંધિત વસ્તુ મળી આવતા રેલવે પોલીસ ચોકી ઉઠી છે જેમાં ગોલ્ડ ભારતીય બનાવટની કરન્સી અન્ય વસ્તુઓ પણ ઝડપી પાડ્યું હોવાનું જાણવા મળ્યું છે.