ખનિજ માફિયાઓ, જમીન માફિયાઓ, બૂટલેગરો બેફામ, ખુલ્લેઆમ દારુ જુગારના ધામ, તંત્ર અને પોલીસ હપ્તા લઈને ચૂપ, કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા : અમિત ચાવડા

Spread the love

*ખેડૂતો સિંચાઇના પાણીથી તથા વીજળી ની સુવિધાથી વંચિત, મહેસૂલી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર, નલ સે જલ યોજના માત્ર કાગળ પર, જનતા ત્રાહિમામ, અસંવેદનશીલ સરકાર : અમિત ચાવડા

*કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શુદ્ધ પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, ડ્રેનેજની સુવિધાના અભાવથી જનતા પરેશાન : અમિત ચાવડા

અમદાવાદ

ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.  આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ ૧૦-૦૬-૨૦૨૩ શનિવાર નડિયાદ તથા કપડવંજ* ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી. કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું જેમાં નડિયાદ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,

૧. નડિયાદ નગરપાલિકામાં ઉચા ટેક્સ ભરવા છતાં પાક્કા રસ્તા, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓથી અનેક વિસ્તાર વંચિત.

૨. નગરપાલિકામાં પાણી વેરો ભરવા છતાં અનેક વિસ્તારમાં શુદ્ધ પીવાના પાણીથી જનતા વંચિત.

૩. નડિયાદમાં બૂટલેગરો બેફામ, ખુલ્લેઆમ દારુ, જુગારના ધામ, તંત્ર અને પોલીસ હપ્તા લઈને ચૂપ.

૪. જિલ્લા હોમગાર્ડ કમાન્ડર પોતે જ અનફીટ, સત્તાનો દુરપયોગ કરીને પરિવારજનોને નોકરીમાં રાખ્યા, વિરોધ કરનારને નોકરીમાંથી કાઢી મૂક્યા, ૧૨ લાખની ઉચાપતનો પણ આક્ષેપ.

૫. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને સરકારી કર્મચારીઓની ઘટ, કંપનીઓ દ્વારા લઘુતમ વેતન ના આપીને કામદારોની શોષણ કરવામાં આવે છે, ૮ કલાકનો પગાર આપીને ૧૨ કલાક કામ કરાવવામાં આવે છે અને તેની કોઈ રજૂઆત કરે તો દાદાગીરીનો ભોગ બનતા કામદારો.

૬. સૂર્યોદય યોજનાની મોટી જહેરાત કરવામાં આવી છતાં આજે પણ દિવસે વીજળી ના મળવાથી ખેડૂતોને વેઠવી પડતી હાલાકી.

૭. ગરીબોના ઘરો તોડી પાડયા, વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવિ નથી, બેઘર પરિવારો લાચાર.

૮. કેનાલોની સફાઈમાં લાખોનો ભ્રષ્ટાચાર, ખેડૂતો સિંચાઇના પાણીથી વંચિત.

૯. મહેસૂલી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને અરજદારોને ધરમ ધક્કા, જનતા ત્રસ્ત, સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી. જેમાં કપડવંજ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,

૧. મોટા પાયે થઈ રહેલું બેફામ ગેરકાયદેસર ખનન, ખનિજ માફિયાઓને કાયદાનો કોઈ ડર નથી.

૨. પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી માટે દર-દર ભટકતા ગ્રામજનો, નલ સે જલ યોજના માત્ર કાગળ પર.

૩. સ્ટેટ હાઇવે હોય કે ગ્રામ્ય રસ્તાઓ, બધે જ રસ્તા ખખડધજ, પ્રજાને પડતી હાલાકી.

૪. કપડવંજ શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી નગરજનો પરેશાન.

૫. ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે, મહિલાઓની આક્રોશપૂર્ણ રજૂઆત, કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા.

૬. અનેક ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડા નથી જેથી બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર.

૭. બેલગામ જમીન માફીયાઓ દ્વારા દાદાગીરીથી જબરજસ્તી જમીન કબ્જો કરવામાં આવે છે, સરકાર અને તંત્રની મીલીભગત.

૮. સિંચાઇ સુવિધાઓથી ખેડૂતો વંચિત.

૯. સત્તાધીશો ગરીબોના મકાન તોડીપાડી એમને બેઘર કરે છે અને મોટા વગદાર લોકોના બેફામ દબાણ સામે આંખ આડા કાન કરે છે, ગરીબો પ્રત્યે ઓરમાયું વર્તન

૧૦. ગ્રામ્ય વિસ્તારમાં ST બસના રૂટ બંધ કરવાથી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત.

આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી. જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધીbમક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.

ખુબ મોટી સંખ્યા માં નડિયાદ તથા કપડવંજ ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ* ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.નડિયાદ તથા કપડવંજ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાbપૂર્વ ધારાસભ્ય  નટવરસિંહ ઠાકોર, શ્રી બિમલ શાહ,  માલસિંહ રાઠોડ, જિલ્લા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ અને નડિયાદ શહેર પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાલુસિંહ ડાભી, શ્રી વિજય પટેલ સેવાદળ ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com