હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓ ભાગ્યા. અરવલ્લીના ભિલોડાના કોરોનાના 10 શંકાસ્પદ દર્દીઓને હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બે દિવસથી નિરીક્ષણ હેઠળ હતા. જેમાંથી ગત રાતે સિવિલમાંથી બે દર્દી ભાગ્યા. જોકે બાદમાં સિવિલ સ્ટાફ ભિલોડા ખાતેના તેમના ઘરેથી દર્દીને પકડીને લઈ આવી હતી. આ દર્દીઓને નેપાળથી પરત ફર્યા બાદ આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા. કોરોના વાયરસની દહેશત વચ્ચે અમદાવાદ સિવિલમાં ૩૧ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી 29 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા.. જ્યારે કે બે દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. સિવિલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા એકપોર્ટ પર આવતા મુસાફરોની તપાસ કરવામાં આવે છે. અને જો કોઈ મુસાફરમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાય તો તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવે છે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક પુરુષમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા જેથી તેને સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો.પરંતુ દર્દીના રિપોર્ટ અંગે કોઈ તારણ નહી આવતા તેને વધું તપાસ માટે પૂના મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે રિપોર્ટ સ્પષ્ટ ન આવતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાઈ ગયું છે. અને દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે