અમદાવાદ શહેર અને જિલ્લાની કાલે તમામ શાળાઓ રહેશે બંધ : બિપરજોય વાવાઝોડા તેમજ ચોમાસા દરમ્યાન ઉદ્ભભવતી પરિસ્થિતિને પહોંચવા AMC દ્વારા કરાયેલ કામગીરી

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સી.આર ખરસાણ

અમદાવાદ

આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બંધ રહેશે. રાજ્ય પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરી આ આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સી.આર ખરસાણ જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની ઉદ્ભભવેલ પરિસ્થિતિ તેમજ ચોમાસાની વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તા.૨૭/૦૫/૨૦૨૩ થી સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલ રૂમ તેમજ ઝોનલ કંટ્રોલ રૂમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવેલ છે.હવામાન ખાતાની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડાની અસરથી અમદાવાદ શહેરમાં આગામી ૨ થી ૩ દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહે છે અને આ માહોલ દરમ્યાન અંદાજે ૨૪ કિ.મી. થી ૨૬ કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલ છે અને તેના અનુસંધાને શહેરમાં કોઈપણ પરિસ્થિતિ ઉદ્ભવે તો તેને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સુસજ્જ પરિસ્થિતિમાં છે.ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ જતા વરસાદી પાણીના નિકાલ માટે એસ.ટી.પી. ખાતેથી ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવેલ જુદા જુદા ૫૮ સમ્પો ઉપર ૧૦૫ પંપો તેમજ ૩૪ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોમાં ૮૩ પમ્પોનું સ્કાડા સીસ્ટમ સોફ્ટવેર સીસ્ટમ દ્વારા પાલડી ખાતેના મુખ્ય કંટ્રોલ રૂમ સાથે નેટવર્ક સીસ્ટમથી કનેક્ટ કરીને તેનું ઓનલાઈન મોનીટરીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

. નિચાણ વાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે હેવી ટ્રોલી માઉન્ટેડ વાહનો / ટ્રેઈલર માઉન્ટેડ વાહન, ડીવોટરીંગ પમ્પો દ્વારા યોગ્ય જગ્યાએ તૈયાર રાખવામાં આવેલ છે.

• લાઈટ વિભાગ દ્વારા શહેરમાં આવેલ અંદાજે કુલ ૧,૯૮,૦૦૦ વીજ પોલ પૈકી ૧,૫૪,૧૭૩ નંગ સ્ટ્રીટ પોલની સમયાંતરે ઘનિષ્ટ ચકાસણી કરવામાં આવેલ છે તેમજ બાકીના વીજ પોલપોલની ચકાસણી ચાલુ છે.હાલની સ્થિતિમાં કોઈપણ સ્ટ્રીટ લાઈટ પોલ ભયજનક હાલતમાં હોય તેમ જોવા મળેલ નથી.

. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલ એસ્ટેટ વિભાગની કુલ ૧૮૬૬ ટેન્ડર સાઈટ આવેલ, જે પૈકી ૧૪૭૭ સાઈટના સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટિફિકેટ મેળવેલ છે તથા ૩૮૯ ટેન્ડર સાઈટની ચકાસણી કરવાની કામગીરી ચાલુ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભયજનક એવા ૪૪૩ નંગ ફલેક્સ બેનરો, ૨૮ નંગ હોર્ડિંગ્સ સ્ટ્રકચર, ૧૦૧૧ નંગ બોર્ડ-બેનર અને ૧ નંગ ગેન્ટ્રી દૂર કરવામાં આવેલ છે.

. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વાર જારેત / ભયજનક ઈમારતો મકાનો અંગે જી.પી.એમ.સી. એક્ટની કલમ ૨૬૪ હેઠળ જુદા જુદા ઝોનમાં કુલ ૩૦૯ નંગ નોટીસો પાઠવવામાં આવેલ છે તેમજ ૪૭ જેટલી જરિત 7 ભયજનક ઈમારતો દૂર કરવામાં આવેલ છે.બિપરજોય વાવાઝોડા તેમજ ભારેથી અતિભારે વરસાદ દરમ્યાન નિચાણવાળા વિસ્તારોમાં નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર અને બચાવની કામગીરી માટે અમદાવાદ ફાયર ગ્લેન્ડ ઉંમરઝ ની વિભાગ ૧૫ રેસ્કયુ ટીમ, ૫ બોટીંગ ટીમ, ૨ નંગ રેસ્ક્યુ બૉસ, રેસ્ક્યુ – બચાવની કામગીરીના સાધાનો જેવા કે બ્રીધીંગ એપરેટર્સ સેટ, ઈલેકટ્રીક કટર, વુડન કટર, આર્યન કટર, હાઈડ્રોલીક કોમ્બી ટ્રેલ્સ, સ્પ્રેડર, ગણ – થોડા, કોસ-કોદાળી- પાવડા જેવી આવશ્યક જરુરી સાધન સામગ્રી સ્ટેન્ડ ટુ સખવામાં આવેલ છે.

ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણીના ત્વરિત રીતે નિકાલ થાય તે માટે એસ.ટી.પી ખાતેથી ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવેલ જુદા જુદા ૫૮ સો ઉપર ૧૦૫ પક્ષો તેમજ ૩૪ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોમાં ૮૩ ૫મ્પો મળી લાઈટ ખાતેથી તમામ અન્ડરપાસના પમ્પો તેમજ વર્કશોપ ખાતાના નાના મોટા પમ્પો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તૈયાર કરવામાં આવેલ છે.પોલીસ કેમેરા (જાહેર માર્ગ પરના કેમેરા), સ્માર્ટ સીટી કેમેરા, બી.આર.ટી.એસ.લેન કેમેરા, ચાર રસ્તા જંકશન પરના કેમેરા અને અન્ડરપાસોના કેમેરાઓનું ઓનલાઈન મોનીટરીંગ પણ કરવામાં આવે છે. બિપરજોય વાવાઝોડા / ભારે વરસાદને કારણે ઇલેકટ્રીક શોર્ટ સર્કિટને સંબંધિત ફરિયાદોનું સરળતા થી નિરાકણ થઈ રહે તે માટે મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ટોરેન્ટ પાવરના સિનિયર કક્ષાના અનુભવી સ્ટાફને પણ હાજર રાખવામાં આવે છે.

* ભારે વરસાદ દરમ્યાન વરસાદી પાણી ભરાવાને કારણે નાગરિકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન તથા જંકશન ઉપરના ટ્રાફિકની ઉદભવતી સમસ્યાઓના નિરાકરણ માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સ્ટાફને પણ વાયરલેસ સીસ્ટમ સાથે હાજર રાખવામાં આવેલ છે,બિપરજોય વાવાઝોડા તેમજ વરસાદ બાદની પરિસ્થિતિને પહોંચી વળવા સેન્ટ્રલ વર્કશોપ, એસ્ટેટ વિભાગ,હેલ્થ વિભાગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ / કોન્ઝરવન્સી સર્વિસીસ દ્વારા સફાઈની કામગીરી માટે તેમજ હેલ્થ વિભાગદ્વારા મચ્છરજન્ય રોગોનો ફેલાવો ન થાય તે માટે સમયાંતરે જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ફોગીંગની કામગીરીને પહોંચી વળવા માટે ઝોન દીઠ ર૦ સફાઈ કામદારોની ટીમ હાજર રાખવામાં આવેલ છે.

• બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદની તૈયારીના ભાગ રૃપે શહેરીજનોને તેમના સ્વાસ્થ્ય અંગેના નિરાકરણ માટે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, દવાખાનાઓ જેવા કે એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ, વી.એસ.હોસ્પિટલ, ચેપીરોગ હોસ્પિટલ એમ જુદી જુદી હોસ્પિટલમાં મેડીકલ આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે નિષ્ણાંત અને અનુભવી ડોકટરોની ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે તેમજ આરોગ્ય લક્ષી સારવાર માટે મેડીકલ વાન પુરતી માત્રામાં દવાઓના સ્ટોક તેમજ જરુરી સાધન સામગ્રી સાથે તૈનાત રાખવામાં આવેલ છે.અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાને લઈ થનારી સંભવિત અસરને પગલે મ્યુનિસિપલ તંત્ર શહેરીજનોની સુરક્ષા અને સલામતી માટે યુધ્ધના ધોરણે એલર્ટ છે.બિપરજોય વાવાઝોડા તેમજ ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદ્ભભવતી સમસ્યાઓનો ત્વરિત નિરાકરણ શકે તે માટે નગરજનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોનસુન કંટ્રોલ રૂમના મોબાઈલ નં.૯૯૭૮૩૫૫૩૦૩ સંપર્ક નંબર ઉપર ફક્ત વ્હોટ્સ અપ મેસેજ દ્વારા તથા લોકેશન ટેગ કરીને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને નીચે જણાવેલ પત્રકમાં જુદા જુદા ઝોનમાં ફરિયાદો નોંધાવી શકે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com