અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની

Spread the love

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં સવારથી જ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. તેમજ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
તેમજ મોડી સાંજે પણ વરસાદ પડવાની સંભાવના છે. જયારે શહેરમાં 40 કિલોમીટરની ગતિએ તેજ પવન ચાલી રહ્યો છે. જેના પગલે સાબરમતી નદીમાં કરંટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સાબરમતી નદી ગાંડીતુર બની છે. તેમજ દરિયાના મોજાની જેમ સાબરમતીમાં પાણી ઉછળ્યા છે. જેના પગલે રિવરફ્રન્ટનો લોઅર વોક વે બંધ કરાયો છે. જયારે અટલ ઓવરબ્રીજ પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે 24 કલાક માટે પ્રવેશ અપાશે નહી તેમજ 24 કલાક બાદ સ્થિતી જોઈને પ્રવેશ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com