ગાંધીનગર
ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીની આ સુકાની એટલે શક્તિસિંહ ગોહિલએ કહેવાની જરૂર નથી કે કેટલા પડકારોની વચ્ચે શક્તસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળ્યું. એક સાદો હિસાબ માંડીએ તો વર્ષ ૨૦૨૫ જયારે આવશે ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી દૂર થઈ તેને ૩૦ વર્ષ પૂરા થઈ જશે. દર ચૂંટણીએ વાતો મોટી મોટી થાય છે પણ જયારે ઈવીએમ ખુલે છે ત્યારે કોંગ્રેસ માટે સહેજ પણ ફૂલગુલાબી ચિત્ર હોતું નથી. કોંગ્રેસનો ગુજરાતમાં સત્તાથી સન્યાસ કેવી રીતે દૂર કરવો.
શક્તિસિંહ કાર્યકરોમાં સ્વીકૃત હોય શકે પણ કાર્યકરોને દોડતા કરવા અને મતદારોને કોંગ્રેસની તરફેણમાં વાળવા તો કેમ વાળવા, આ મહત્વના પડકારોની વચ્ચે જયારે શક્તિસિંહને ગુજરાત કોંગ્રેસનું સુકાન મળ્યું છે ત્યારે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસને બેઠી કરી શકશે કે કેમ તેના પર કરીએ ચર્ચા.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને બેઠી કરવી છે. ત્યારે કાર્યકરોમાં વિશ્વાસ જગાવવો. તેમજ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન છે. કોંગ્રેસમાં નવા અને યુવા ચહેરાઓને લાવવા. તેમજ બુથ સ્તરનું સંગઠન મજબૂક કરવું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પક્ષ છોડી જતા રોકવા. અને પ્રદેશ કોંગ્રેસની જૂથબંધીના ખાળવી. આગામી સમયમાં ૨ જીલ્લા પંચાયત તેમજ ૭૦ નહરપાલિકાની મહત્વનો ટાસ્ચ છે. તમામ કાર્યકરો ટીમ કોંગ્રેસ બનીને કામ કરે તે મહત્વનું છે.