દેશમાં પોલીસ કર્મીઓની કફોડી સ્થિતિ છે, ત્યારે 24 કલાક નોકરીએથી બંધાયેલા આ પોલીસ કર્મીઓને રોટલો પણ નસીબ નથી. કામ કામ અને કામ દેશમાં આ જમેલો ક્યારે ટાઢક વાળશે, આંદોલન, રેલી, સરઘસો, નેતાઓની સિક્યુરિટી, ટ્રંમ્પ આવ્યા તો બંદોબસ્ત, વિધાનસભા સત્રનો બંદોબસ્ત, LRD પ્રકરણ બાદ હવે કોરોનાવાયરસ ના પગલે પોલીસના જે કામ નથી તેવા કાર્યોમાં પણ પોલીસ લાગી ગઈ છે, ત્યારે હર હંમેશા પ્રજામાં પોલીસ નો ગ્રાફ ભલે નીચો હોય અને તેમને ભલે અન્ય દ્રષ્ટિથી જોતા હોય પણ પોલીસનું આ રૂપ પણ છે, ત્યારે પ્રજાએ પણ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે પોલીસ ઉપર થી બનીને નથી આવેલી આપણામાંથી જ આવેલી છે, ત્યારે કોરોનાવાયરસમાં આરોગ્યની કોઈપણ પ્રકારની કીટ ન હોવા છતાં પોતાના જીવને જોખમમાં મૂકીને ડ્યુટી નિભાવી રહી છે, ત્યારે ગરીબોને ભોજન આપવા પણ પોલીસ જઈ રહી છે, ત્યારે મજૂરોને સરકાર ઓટલે બેસીને જમાડે છે, ત્યારે પોલીસને રોટલો ખાવા ઓટલો પણ નસીબમાં નથી ગુજરાત પોલીસ કર્મીને સલામ……