૫૦૦ વિદ્યાર્થીઓને પાસ કરાવી વિદેશ મોકલાયા! સુરતની હોટલમાં રૂમ ભાડે રાખી, અન્ય લોકો આપી દેતાં પરીક્ષા, મોટા કૌભાંડનો પર્દાફાશ

Spread the love

અમેરિકા જવા માટે ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. વોઇસ ઇમિગ્રેશન ઇન્ડિયાના નામે ટોળકીએ ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવીને ગેરકાયદે વિદેશ મોકલ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના યુવક સાથે ય્ઇઈ પાસ કરાવવા ઠગાઈ થતા સમગ્ર કૌભાંડ ઉજાગર થયું છે. ત્યારે જાણીએ કોણ છે આ ટોળકી અને કેવી રીતે આચરતી હતી કૌભાંડ. કબુતરબાજી બાદ હવે ખોટી રીતે ગ્રેજ્યુએટ એક્ઝામીનેશનના નામે કૌભાંડ સામે આવ્યું છે. મહેશ્વરી રેડી, સાગર હીરાણી, ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલપુડીએ વોઇસ ઇમિગ્રેશન ઇન્ડિયા નામની કંપની બનાવી અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામ ખોટી રીતે પાસ કરાવીને મસમોટું કૌભાંડ આચર્યું છે. અમદાવાદના એક યુવકે આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદના એક યુવકને અભ્યાસ માટે અમેરિકા જવાનું હોવાથી તેણે ગ્રેજ્યુએશન રેકોર્ડ પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. જેથી તેણે ઓનલાઈન તપાસ કરતા સુરતમાં આવેલી વાઇસ ઈમિગ્રેશન ઈન્ડિયા નામની ઓફિસનું સરનામું અને ફોન નંબર મળ્યા હતા. જેથી તેણે વોઇસ ઈમિગ્રેશન ઈન્ડિયાના સાગર હિરાણી સાથે સંપર્ક કર્યો હતો. સાગરે યુવકને ઓનલાઈન પરીક્ષા પાસ કરાવી દેવાની ખાતરી આપી હતી. આ માટે તેણે યુવકને ૧૯ હજાર લઈને પરીક્ષા સમયે ૫૦ હજાર રૂપિયા આપવાનું કહીને ફોર્મ ભરાવ્યું હતું. જે બાદ તેણે પરીક્ષા આપવા એક હોટલમાં આવવા જણાવતા યુવકને શંકા જતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.જે બાદ સાગર હિરાણીના કહેવા પ્રમાણે યુવક હોટલમાં પરીક્ષા આપવા માટે ગયો હતો જ્યાંથી સાયબર ક્રાઈમે ઓનલાઈન પરીક્ષા પાસ કરાવવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સાયબર ક્રાઈમે મહેશ્વરી રેડ્ડી, સાગર હિરાણી, ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલપુડીની ધરપકડ કરી હતી. જે બાદ તેઓની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. સાયબર ક્રાઇમ ક્રાઈમના ACP જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે, પકડાયેલા આરોપીમાં ચંદ્રશેખર ઉર્ફે રાહુલ મુખ્ય સૂત્રધાર છે. બી.ટેકનો અભ્યાસ કરનાર આરોપી છેલ્લા ૨૦ વર્ષથી વડોદરામાં રહે છે અને આ ટોળકી છેલ્લા એક વર્ષથી વિદેશમાં અભ્યાસ અર્થે જતા પહેલા પાસ કરવાની TOEFL તથા GREની પરીક્ષા પાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હોટલમાં એક્ઝામ માટેનું સેટઅપ પૂરું પાડી ડમી માણસો રાખી પરીક્ષા પાસ કરાવતા હતા. આરોપીઓ અલગ અલગ એજન્ટો મારફતે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવી છે. આરોપી ચંદ્રશેખર એક વિદ્યાર્થી પાસેથી ૩૫ હજાર કમિશન મેળવતા હતો.
હોટલમાં ગોઠવતા હતા પરીક્ષા ACP જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે, મહેશ્વરી રેડી નામનો આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને બીએસસીનો અભ્યાસ કર્યો છે. તે બે મહિના પહેલા જ આંધ્રપ્રદેશથી વડોદરા આવ્યો હતો. આ આરોપી વિદ્યાર્થીઓની ફી પોતાના GOOGLE પે એકાઉન્ટમાં મેળવી જુદી જુદી હોટલોમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવતો હતો અને પોતાનો ચહેરો ના દેખાય તે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષાના પ્રશ્નોનો જવાબ ચંદ્રશેખર પાસેથી વોટ્‌સએપથી મેળવી લેપટોપને બ્લુટુથથી કનેક્ટ કરી ઓનલાઇન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને આપીને છેતરપિંડી કરતો હતો. આ આરોપી એક દિવસમાં બેથી ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવતા હતા. અઠવાડિયામાં ત્રણ વખત પરીક્ષાનું ગોઠવતો હતો, આ સેટઅપ માટે આરોપી મહેશ્વરી એક વિદ્યાર્થી દીઠ ૪૦૦૦ કમિશન મેળવતો હતો. આ ઉપરાંત ત્રીજાે આરોપી સાગર હિરાણી જેણે પોતે બેચલર ઓફ એન્જિનિયરિંગ આઈટીનો અભ્યાસ કરેલ છે, તે ૨૦૨૦થી મોટા વરાછા ખાતે વોઇસ ઈમિગ્રેશન નામથી ઓફિસ ખોલી સ્ટુડન્ટ વિઝા, વિઝીટર વિઝાનો કન્સલ્ટિંગનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષથી જી.આર.ઈની પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવી પરીક્ષા પાસ કરાવવાનું કામ કરે છે, જે એક વિદ્યાર્થી દીઠ પંદર હજાર કમિશન મેળવતો હતો, તેણે છેલ્લા એક વર્ષમાં ૧૫ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવી હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. GRE પરીક્ષા પાસ કરવાનું કૌભાંડમાં અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર વિદેશ પહોંચ્યા છે. સાયબર ક્રાઇમે આ વિદ્યાર્થીઓને ડેટા મેળવ્યા છે. યુ.એસ.એ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા હોવાના ઘટસ્ફોટ થયો છે. સાયબર ક્રાઇમે પરીક્ષામાં ગેરરીતિ આચરવાના કૌભાંડમાં સાગર હિરાણી, મહેશ્વરા રેડ્ડી અને ચંદ્રશેખર ઉર્ફે રાહુલ સામે ગુનો નોધીને ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com