GJ-૧૮ નું સૌથી મોટું અહલાદાયક ટાઉનહોલ ગણાતું હોય તો તે સેક્ટર ૧૭ ખાતે આવેલું છે, ત્યારે GJ-૧૮નું ટાઉનનું ટાઉનહોલનું કામ બિલકુલ ડાઉન ચાલી રહ્યું છે, પાંચ વર્ષથી વધારે સમય પૂર્ણ થયો હોવા છતાં મંથન ગતિએ કામ ચાલતા તંત્ર પણ હાલક ડોલક થતું નથી, ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આ કામ કાંતિલાલ, શાંતિલાલ કે આળસુબાબાના નામનો કોન્ટ્રાક્ટરને આપ્યું છે કે શું?? પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અહીંથી રાજીનામું આપ્યું હતું અને વિજય રૂપાણીને મુખ્યમંત્રીની જાહેરાત થઈ હતી, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી બે વાર મુખ્યમંત્રી બન્યા, ભૂપેન્દ્ર કાકા બીજીવાર મુખ્યમંત્રી તરીકે આરૂઢ થયા, પણ અહીંયા કામ વર્ષોથી શાંતિલાલની જેમ શાંતિથી ચાલી રહ્યું છે, જાેવા જઈએ તો ટાઉન નું હબ એવું ટાઉનહોલનું કામ ડાઉન રહેતા લોકો ફંક્શન થી લઈને અને કાર્યક્રમો બગીચાની લોનમાં કરી રહ્યા છે,અને મહાત્મા મંદિરે ફંકશનનો યોજાઇ રહ્યા છે, ત્યારે ટાઉનનું ટાઉનહોલની હાલત જુઓ,ત્યારે રીનોવેશનમાં આટલા વર્ષો હોય ખરા? મેટ્રો ટ્રેનનું કામ અમદાવાદ થી ગાંધીનગર સુધી પહોંચી ગયું, હોટલ લીલા બની ગઈ , સરકારી નવી બિલ્ડીંગો બની ગઈ, ત્યારે હોટલ લીલા જેટલું મોટું કામ તો નથી ને? ત્યારે અહીંયા શાંતિલાલ નું કામ શાંતિથી કેમ??