દુનિયામાં જન્મ લેતા કેટલાક નવજાત શિશુઓ જન્મ પછી બોલી અને સાંભળી શકતા નથી. ત્યારે શ્રવણશક્તિ નહી ધરાવતા બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ કરીને સાંભળતા અને બોલતા કરવામાં આવે છે. ગાંધીનગર સિવિલના ઇએનટી વિભાગ દ્વારા અત્યાર સુધી ૨૮૦૦ બાળકોને ઓપરેશન કરી સાંભળતા અને બોલતા કરવામાં આવ્યા છે. ત્યારે હવે સિવિલમાં કાન વિનાના બાળકનુ ઓપરેશન કરવામાં આવશે.
આવતીકાલ રવિવારે સિવિલમાં ઇએનટી સર્જન નિરજ સૂરી ઓપરેશન કરીને બાળકને સાંભળતુ કરશે. ત્યારે આ ઓપરેશન દેશ વિદેશમાંથી આવેલા ૩૦૦ સર્જન ગીફ્ટસિટીમાં બેસીને ઓનલાઇન નિહાળશે. જેને લઇને આજે વર્કશોપ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દેશ અને વિદેશના તબીબો હાજર રહ્યા હતા.
ગાંધીનગરમાં ભારતના પ્રથમ શ્રવ્ય ઈન્ટરનેશનલ કોક્લીવિસ્ટા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ ઈન્સ્ટ્રક્ટર્સ જેવા કે પ્રો. ડૉ. જેવિયર ગેવિલન, ચેરમેન, ઓટોલેરીંગોલોજી દીપ, લા પાઝ યુનિવર્સિટી હોસ્પિટલ, સ્પેન અને અને પ્રો. ડૉ. અરુણ કે ગાડરે, ક્લિનિકલ પ્રોફેસર,ગેઝિંગર કોમન વેલ્થ સ્કૂલ ઑફ મેડિસિન અને ગેઝિંગર મેડિકલ સેન્ટરમાં ઓટોલોજી અને ન્યુરોટોલોજી, ડેનવિલે પીએ, યુએસએ પણ લાઇવ સર્જરી સમયે ઉપસ્થિત રહ્યાં હતા.ડો. નીરજ સુરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં જન્મજાત સાંભળી ના શકતા અને બોલી ના શકતા ૨૮૦૦ બાળકોએ કોક્લીયર ઈમ્પ્લાન્ટના ફ્રી ઓપરેશન દ્વારા શ્રવણ સહાય મેળવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોક્લીયર ઇમ્પ્લાન્ટ સેન્ટરે ૧૬૦૦ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આજે આ વર્કશોપમાં લાઈવ સર્જરી કરીને માહિતી આપવામાં આવી હતી. વિશ્વભરના ૩૦૦થી વધુ પ્રતિનિધિઓને તેમની મૂલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરવા માટે આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું હતું અને તેમણે કોકલિયરનું બીજ રોપ્યું હતું, જે આજે ગુજરાત માટે વિશાળ શ્વાસ લેતું વૃક્ષ બની ગયું છે.ઇવેન્ટમાં કીનોટ પ્રેઝેન્ટેશન, પેનલ ડિસ્કશન, ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને લાઇવ ડેમોસ્ટ્રેશન દર્શાવવામાં આવશે. પાર્ટિસિપન્ટ્સ અદ્યતન સંશોધન, ઉભરતી ટેક્નોલોજી અને કોક્લિયર ઇમ્પ્લાન્ટોલોજીમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસમાં આંતરદૃષ્ટિ મેળવી શકે છે. તે પરિણામો અને દર્દીના અનુભવને સુધારવામાં પેરામેડિક્સને મદદ કરવા માટે પણ રચાયેલ છે. સર્જનો, ઑડિયોલોજિસ્ટ અને સ્પીચ-લેંગ્વેજ થેરાપિસ્ટ પ્રોગ્રામ્સનું પૃથ્થકરણ કરવાનું અને શ્રેષ્ઠ પદ્ધતિઓનો અમલ કરવાનું શીખશે.