મહિલા ક્લાર્કને બચાવવા જતાં શૈલેન્દ્રસિંહ બિહોલા પર છરાથી હિંચકારી હુમલો, પીઠ પાછળના ભાગે ઇજા

Spread the love

GJ-૧૮ મહાનગરપાલીકાની કચેરી જે જુની સ્જી બિલ્ડીંગ ખાતે આવેલી છે, ત્યાં બપોરના ૪ વાગ્યાની આસપાસ એક મહિલા પોતે નોકરી આઉટ શોર્શિગમાં કરે છે, તેને મારવા છરો લઇને યુવાન આવ્યો હતો, ત્યારે મહિલાને બચાવવા શૈલેન્દ્રસિંહ બિહોલા પોતે વચ્ચે પડીને જણાવેલ કે, આ સરકારી કચેરી છે, અહીંયા આ બદું ના હોય, ત્યારે આ યુવાન (સે-૩) ખાતે રહે છે, તે ડઘાઇ ગયો હતો, અને પોતાનો પાસે રાખેલો છરો કાઢીને મહિલા ઉપર હુમલો કરવા જતાં બાપુ વચ્ચે આવતાં બાપુને પીઠના પાછળના ભાગમાં છરો વાગી ગયો હતો, અને ઇજા થઇ હતી, શૈલેન્દ્રસિંહ બિહોલા પોતે મનપામાં હાલ કારકુલ તરીકે સેવા બજાવી રહ્યા છે, વધુમાં ઘટના બનતાં પબ્લીકના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, ત્યારે શૈલેન્દ્રસિંહ બિહોલા પર થયેલા હુમલાની ચર્ચા ગ્રામ્ય સેવા (પાલજ) ખાતેથી ટોળેટોળા દોડી આવ્યા હતા, અને નગરસેવક જશપાલસિંહ પોતે દોડી આવીને સે-૭ ખાતે શૈલેન્દ્રસિંહ (ક્લાર્ક)ને લઇને લેખિતમાં ફરીયાદ હુમલાથી આપી હતી. ત્યારે સાથે આ ફરીયાદમાં મહિલા પર કરવા આવેલા હુમલામાં મહિલા તથૈ શૈલેન્દ્રસિંહ દ્વારા ફરીયાદ કરવામાં આવી છે, ત્યારે પ્રાપ્ત વિગતોનુસાર સે-૩નો રહેવાસી આ યુવાન હોવાનું અને મહિલા સાથે મિત્રતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com