દેશમાં ઘણાજ એવા ડોક્ટરો છે, જે નોકરી સરકારી હોસ્પીટલોમાં જ કરીને લાખો લોકોની દુઆ લેતા હોય છે, ત્યારે ENTના ડોક્ટર નિરજ બેન સૂરી દ્વારા GJ-૧૮ સિવિલમાં જન્મથી કાન નહી ધરાવતા યુવકનુ સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ કાનની ખામી હોવાના કારણે ચીડાવતા હતા, ત્યારે યુવક તણાવમાં રહેતો હતો, ઓપરેશનથી તેના ચહેરા ઉપર ખુશી છલકાઇ ગઇ હતી.
સિવિલમાં રવિવારે ઇએનટી વિભાગમાં જન્મથી કાન વિનાના યુવકનુ સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. શહેરની સિવિલમાં સૌ પ્રથમ બોનબ્રીજ ઓપરેશન થયુ હતુ. અમદાવાદના રહેવાસી ૧૬ વર્ષિય રશ્મિ પંચાલ નામના યુવકનુ કાનનુ બોનબ્રીજ ઓપરેશન થયુ હતુ. આ બાબતે ડૉ. નિરજ સૂરીએ કહ્યુ હતુ કે, ગાંધીનગર સિવિલમાં ઇએનટી વિભાગ દ્વારા સૌ પ્રથમ બોનબ્રીજ ઓપરેશન કરવામાં આવ્યુ છે. એક કલાક સુધી ઓપરેશન ચાલ્યુ હતુ. જેમાં એનેસ્થેસીયાની સમગ્ર ટીમ ખડેપગે રહી હતી.
ડૉ.સૂરીએ કહ્યુ હતુ કે, યુવકના બંને કાનની ઇયર કેનાલ બંધ હતી. જ્યારે સામાન્ય વ્યક્તિની જેમ કાન ન હતા. જેને લઇને યુવકને કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ ચીડાવતા હતા. જ્યારે તેનુ ઓપરેશન કરવામાં આવ્યુ અને તે સાંભળતો થતા તેના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ખુશી જાેવા મળતી હતી. તેના માતા પિતા પણ ઓપરેશનથી ખૂશ જાેવા મળતા હતા. ઓપરેશન દરમિયાન દેશ વિદેશમાંથી આવેલા ૩૦૦ સર્જન ગીફ્ટસિટીમાં બેસીને ઓનલાઇન નિહાળ્યુ હતુ. જેને લઇને આજે વર્કશોપ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દેશ અને વિદેશના તબીબો હાજર રહ્યા હતા.