કોરોનાને લઇને લોકડાઉન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ પર વિના મુલ્યે રાશનનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને હાલ રાજ્યમાં રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જો કે આ બધા વચ્ચે વિતરણમાં અનાજ સસ્તી ક્વોલિટી તેમજ એક્સપાયરી ડેટવાળુ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે આજરોજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તમામ રેશનકાર્ડધારકોને અનાજ આપવા અંગે રજૂઆત કરી હતી. અમિત ચાવડાએ કહ્યું કે કેન્દ્ર સરકારે WHO દ્વારા ૩૦ જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલી એડવાઇઝરીનું પાલન કર્યું નહીં. જેને લઇને દેશના લોકોને પરેશાનીનો સામનો કરવા પર મજબૂર થવું પડ્યું. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે મોદી સરકારનું ધ્યાન દોર્યું હતું, તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆતમાં તકેદારીના પગલા ભરવામાં આવ્યાં નહીં. આમ સરકાર દ્વારા પ્રારંભિક તબક્કે કોઇ પગલા ભરવામાં ન આવતા લોકો હાલ લોકડાઉનનો સામનો કરી રહ્યાં છે. જો કે લોકડાઉનને લઇને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ લોકડાઉનનું સંપૂર્ણ સમર્થન કરી રહ્યું છે. આ સાથે અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર હાલમાં આપવામાં આવી રહેલા મફત અનાજને લઇને આકરા પ્રહાર કર્યાં. અમિત ચાવડાએ કહ્યું રાજ્ય સરકારે તમામ રેશનકાર્ડધારોને મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ૧.૨૦ કરોડ કરતાં વધારે રાશનકાર્ડ ધારકો છે, જેમાંથી હાલ ૬૫ લાખ કાર્ડધારકોને જ આ લાભ મળી રહ્યો છે. ત્યારે અમે સરકાર સમક્ષ રજૂઆત કરીએ છીએ કે સરકાર તમામ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપે.વી શકશે.