કોરોના વાયરસ ભારતમાં પોતાના પગ પસારી રહ્યો છે તો ત્યાં જ આ ખતરનાક વાયરસની લડાઈ લડનાર ડોક્ટર પણ આ બિમારીના સંક્રમણમાં આવી ગયા છે. અત્યાર સુધી 50થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફમાં Covid-19 પોઝિટીવ આવી ચુક્યો છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ આપી. સરકાર આ ટ્રેડ પર જીણવટ પૂર્વક નજર રાખી રહી છે. આવામાં એ પ્રશ્ન રહે છે કે ડોક્ટર્સ અથવા મેડિકલ સ્ટાફ જે સંક્રમિત થયો છે તે શું દર્દીઓની સારવાર વખતે થયો કે તેમના પોતાના કાર્યક્ષેત્રથી બહાર કોઈ તેમની કોઈ કોન્ટેક્ટ હિસ્ટ્રી છે. એક અધિકારીએ જણાવ્યું કે, મેડિકલ સ્ટાફના લગભગ 50થી વધુ કેસ છે જેમના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. પરંતુ એવું નથી કે દરેક દર્દીને ઈલાજ વખતે સંક્રમણ થયું. અમુક મામલાઓમાં નોટ કરવામાં આવ્યું છે કે તે આવા લોકોના સંપર્કમાં આવ્યા છે જે હાલ વિદેશ યાત્રા કરીને પરત ફર્યા છે. અધિકારીઓનું કહેવું છે કે તેમની કોન્ટક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહી છે. જેના દ્વારા જાણ કરી શકાય કે આ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને ક્યાંથી કોરોના સંક્રમણ થયું.
હોસ્પિટલોમાં હેલ્થકેર સ્ટાફ માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટની કમી મોટી સમસ્યા છે. તેની કમીના કારણે કોરોના વાયરસ દર્દીઓના ઈલાજ કરનાર ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને વધુ જોખમ થઈ શકે છે. ઈટલીમાં હોસ્પિટલોમાં Covid19 દર્દીઓના ઈલાજ વખતે મેડિકલ સ્ટાફના સંક્રમિત હોવાના અનેક મામલા સામે આવ્યા હતા. જેમાંથી ઘણાની મોત પણ થઈ ગઈ. ભારતમાં પણ હવે Covid19 પોઝિટીવ કેસોનો આંકડો વધતો જઈ રહ્યો છે. એવામાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ માટે જોખમ વધી રહ્યું છે. સરકારની તરફથી હોસ્પિટલોમાં PPEs પુરતી સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલા ભરવામાં આવી રહ્યા છે. જ્યાં ઘરેલુ ઉત્પાદન વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યાં જ વિદેશોમાંથી તત્કાલ આપૂર્તિ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. ભારતીય સેનાના એક ડોક્ટર પણ Covid19નો શિકાર બન્યા છે. દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ફરજ બજાવતા એક ડોક્ટર દંપતિનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ દંપતીમાં પત્ની નવ મહિનાની પ્રેગ્નેન્ટ છે.