ખેડૂતોની ખેતી વરસાદના આધારે થાય છે. જો વરસાદ વધારે પડે તો ખેડૂતોને આખું વર્ષ પાણી તંગી ન પડે અને જો વરસાદ ઓછો પડે તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હોળીની જવાળાના અનુમાન પરથી આ વર્ષે આગાહી કારોએ ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલે પણ વરસાદને લઇને આગાહી કરી છે. તેઓએ કઈ-કઈ તારીખે વધારે વરસાદ થશે, ક્યારે આંધી અને તોફાનો સાથે વરસાદ પડશે તે બાબતે આગાહી કરી હતી. હવામાન શાસ્ત્રી અંબાલાલે ચોમાસા બાબતે જણાવ્યું હતું કે, જૂલાઈના પ્રથમ સપ્તાહમાં નિયમિત નિરંતર ચોમાસું આવવાની શક્યતા છે અને તે પહેલા હવાના દબાણથી ચોમાસું આવવાની શક્યતા છે. ૬ જૂન સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે. જૂન માસમાં હવાના આદ્રતા વધવાની સંભાવના છે. નિયમિત ચોમાસાના ચિન્હો હવે જણાઈ આવે છે, ગંગા અને જમનાના મેદાનો તપવા માંડ્યા છે. દક્ષીણ ગુજરાતના વરસાદ બાબતે તેમને જણાવ્યું હતું કે, આહવા, ડાંગ અને વલસાડમાં જૂનની શરૂઆતમાં વરસાદ ખાબકી શકે છે. નિયમિત ચોમાસાના આગમનને લઇને ૧૩, ૧૫ અને ૨૧ જૂનના રોજ વરસાદ પડશે. તારીખ ૨૯ જૂનથી જૂલાઈની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડમાં બારીક કે, વધુ વરસાદ પડી શકે છે. વરસાદની જે રીધમ છે તે જોતા ચોમાસું નજીક આવી રહ્યું છે અને આ ચોમાસું સારું હોવાની શક્યતા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, જૂલાઈ અને ઓગસ્ટમાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે. ઓક્ટોબરમાં ચોમાસું થોડું મોડું વિદાય લે તેવું જણાશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં દરિયા કિનારે વાવાઝોડાની સંભાવના છે. અત્યારે પણ શક્યા છે અને આ વાવાઝોડા ચોમાસાની ગતિવિધિની પુષ્ટિ આંધીનું પ્રમાણ વધશે અને ધૂળ ભરી આંધી આવશે. આ તમામ ગતિવિધિઓ ચોમાસાની પોષક જણાઈ આવે છે એટલે ચોમાસું સારું આવવાની શકતા છે. ખેડૂતોને લઇને આગાહી કરતા જણાવ્યું હું કે, ઘણા ખેડૂતો રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાના કારણે વાવેતર કરી દેતા હોય છે વરસાદ થાય તો ચોમાસુ સારું આવી શકે.