આજની પેઢી જન્મદિવસ ઉજવે તો મોટી મોંઘીદાટ હોટલો માં ખર્ચા કરીને પાર્ટી ઉજવે, આજની પેઢીને વર્ષોથી કમાયેલી મહામુડી કયા ઝડપી વાપરી નાખવી તે સારું આવડે, પણ ક્યાં વાપરીને યોગ્ય રાહ અને પુણ્ય મળે તે નવી પેઢીને ખબર નથી, દુઃખ, દવાખાનું, હોસ્પિટલ, સ્મશાન આ કશું જોયું નથી, ત્યારે 2000ની સાલની નીચેના વર્ષમાં જન્મેલા પોતાનો જન્મદિવસ કોઈ ગરીબ ની આંતરડી ઠરે તે માટે ભોજનથી લઈને ઘરડા ઘરમાં રહેતા વડીલો સ્વજનોને જમાડીને આશીર્વાદ લેતા હોય છે. માં એ માં બીજા બધા વગડાના વા, ત્યારે ભાજપના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ ના આજે જન્મદિવસ હોવાથી પોતાના જન્મદિવસ ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર એવા મહુડી રોડ સ્થિત કૈલાશધામ જે ઘરડાઓનું ઘર કહેવાય ત્યાં જઈને મિત્રો સાથે ઉજવીને સૌ વડીલોને ભોજન પ્રસાદ ખવડાવીને આશીર્વાદ મેળવ્યા હતા.
ભાજપમાં વર્ષોથી જોડાયેલા અને નાની ઉંમરે પાર્ટી સાથે કામ કર્યું છે અનેક મઝલો કાપીને આ શિવજીએ vish ના પ્યાલા પહેલા પીધા છે, ત્યારે કહેવત છે કે બુરાના ભગવાન હોય તેમ ભોલે શેર પ્રમુખ બન્યા બાદ વર્ષોથી જીજે 18 જિલ્લામાં વિધાનસભાની સીટ આવતી હતી જે ભોલે સુકનિયાળ સાબિત થયા હોય તેમ વિધાનસભાની પાંચ સીટ, જિલ્લા પંચાયત કબજે કરી, gj 18 મહાનગરપાલિકામાં 41 સીટ, જે રેકોર્ડ બ્રેક કહી શકાય, ત્યારે બોલે ને અભિમાનનો છાંટો નથી ગમે ત્યાં ગણપતિની જેમ બેસી જાય સંગઠનમાં એક્કો અને કાર્યકરોની સમસ્યા જાણે ખાનગી સમસ્યાઓ બધાની પેટમાં ભરીને રાખે એટલે જે શિવજીએ ઝેર પીધા જાણી જાણી તેમ ભોળાના ભગવાન હોય તેમ સંગઠનમાં હાલ સારી એવી પકડ ધરાવે છે, ત્યારે જન્મદિનને પોતે સાદાયથી અને વડીલો સાથે વર્ષોથી મનાવતા આવે છે, ત્યારે વડીલોના આર્શીવાદ જ અગત્યના છે બાકી ઘરડાઘરે જઈને શહેર પ્રમુખે જે ભોજન કરાવ્યું તે આજની પેઢી એ પણ શીખવા જેવું છે.