કોરોના પોઝિટિવ દર્દીની રોગ પ્રતીકારક શક્તિ વધારનારા ટોસીલોઝુમેબ ઇજેક્શન બાબતે રાજ્ય સરકાર પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપ કર્યા હતા. જિગ્નેશ મેવાણીના આક્ષેપ છે કે, સરકાર પાસે ઈન્જકશન સ્ટોકમાં પડ્યા હોવાના છતાં પણ દર્દીને બહારથી હજારો રૂપિયા ખર્ચીને બ્લેકમાં લાવવા પડે છે. જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જીફ હોસ્પિટલમાં ૩૫ વર્ષના એક યુવકને કોરોના થયો તે ખૂબ જ ક્રીટીકલ હતો. સવારના ૯થી ૧૨:૩૦ સુધી એટલે કે, ત્રણ કલાક લગભગ હાથ જોડતો હોઉ તે ભાષામાં મે હેલ્થ સેક્રેટરી જયંતી રવિને રીક્વેસ્ટ કરી અને છેલ્લે થાકીને અકળાઈને એમ કહેવું પડ્યું કે, બેન તમે આ ઇજેક્શન દર્દીને આપ વાના ન હોય તો અમને નાં પાડી દો અમને બહારથી વ્યવસ્થા કરવાની ખબર પડે. ત્યારબાદ તેમને મને ડૉકટર મલ્હારનો સંપર્ક કરવાનું કહ્યું. બપોરના ૧૨:૩૦થી ૩વાગ્યા સુધી ડૉકટર મલ્હારનો સંપર્ક કર્યો અને છેલ્લે પોણા ચાર વાગ્યે પર,૦OOનું એક ઇજેક્શન અને બીજું ૩૦,૦OOનું ઇજેક્શન આમ ૮૨,૦OOનું દેવું કરીને દર્દીને બચાવવા માટે પ રિવારના સભ્યએ ઇજેક્શન બહારથી લાવીને આપવું ૫ ડ્યું અને એ પણ સરકારી હોસ્પિટલમાં. ગઈ કાલે હાઈકોર્ટમાં જે સુઓમોટો – થઇ તેમાં મે મારા મિત્ર એડવોકેટ મારફતે એક મુદ્દો ઉપલબ્ધ કર્યો હતો કે, ગરીબ લોકોનું જિવન બચાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારનારુ ટોસીલોઝુમેબ નામનું ઇજેક્શન લોકોને બ્લેકમાં ૩૦ હજાર કે, ૪૦ હજારમાં ખરીદવું પડે છે. ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે, એવું નથી લોકો સરકારી હોસ્પિટલમાં દાખલ થાય અને તેમને જરૂર જણાય તો રાજ્યની સરકાર દ્વારા ઇજેક્શન ઉપલબ્ધ કરવામાં આવે છે. મેં મારા સંગઠનના મિત્રના પિતાની બચાવવા માટે ડૉક્ટર સાથે વાતચીત કરીને તેમના ઓડિયો રેકોર્ડ કર્યા ત્યારે ડૉક્ટર નૈમેષ એવું બોલે છે કે, સરકાર ઇજેક્શન હોવા છતાં અને સરકારી સ્ટોરમાં હોવા છતાં અમને પ્રોવાઈડ કરતી નથી. ગઈ કાલથી આ ઇજેક્શન રાજ્યની સરકાર પાસે હોવા છતાં અમને આપવાનું બંધ કરી દીધું છે. તમારે તમારા સગાને આ ઇજેક્શન અપાવવું હોય તો શીપ્લા કંપની પાસેથી અથવા તો પ્રાઈવેટ સ્ટોકિસ્ટ પાસેથી મેળવો.