ભારતની રાજધાની દિલ્હીમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. સ્થિતિ હદથી વધારે બેકાબૂ થઈ રહી છે. દિલ્હીના લોધી રોડ પર ઘણા સાંસદોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે વાત કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમિત શાહે, વીકે સક્સેના સાથે દિલ્હીના વરસાદને કારણે બનેલી સ્થિતિ પર વાતચીત કરી છે. સાથે સાથે અમિત શાહે જમ્મૂ-કશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે વાત કરીને અમરનાથ યાત્રાને અટકાવવામાં આવી હતી. જોકે, રવિવારે માહિતી સામે આવી હતી કે યાત્રાને ફરી શરુ કરવામાં આવી છે.