ગુજરાતનું ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ કોડા છાપ અને આખા બોલા છે, કામ પણ કરે અને ખખડાવે પણ ખરા. ત્યારે આ પટેલ ભાયડાની અનેક ખૂબીઓ રહેલી છે. આજની પેઢી ભલે પાટીદારની નવા યુગમાં પ્રવેશી ગઈ હોય. પણ આ પાટીદાર ભાય પાસે કુનેહ પૂર્વકની બુદ્ધિ અને જુના જમાનાના જે વિચારોથી આજે જે પાટીદાર સમાજ આગળ છે અને મીઠા ફળ ખાઈ રહ્યો છે તેવા નીતિન પટેલ જેવા અનેક જુના વિચારો અને કુનેહપૂર્વક કામ કરવાવાળાનો અનેક ફાળો છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ વર્ષોથી અડધી બાંયના જ કપડાં અને સફારી પહેરે છે તેનું કારણ પણ ખૂબ જ અનેરું છે. ત્યારે પ્રજમાં વિચારો પણ આવે કે કોઈ ભુવા, તાંત્રિક અથવા કપડું બચાવવા કંજુસાઈ આવા અનેક વિચારો લોકોમાં આવે પણ આ વસ્તુ નથી અડધી બાંયના પહેરવાનું કારણ રખા છે. પ્રાપ્ત સૂત્રો તથા મળેલી માહિતી અનુસાર ડેપ્યુટી મુખ્યમંત્રી ૬૫ વર્ષના થયા ત્યારથી સમાજમાં કાકા બાપાના તમામ ભાઈઓ અને પરિવાર, સગા સંબંધીઓ આસપાસમાં રહેતા હોય છે. ત્યારે અડધી બાંય પહેરવાનું કારણ એ છે કે, વર્ષો પહેલા કડી, મહેસાણા, ઊંઝા જેવા ઉત્તર ગુજરાતમાં પાટીદારના જુના વીચારોવાળા તમામે એક નક્કી કર્યું હતું. કે તમામ અડધી બાંયના કપડાં સિવડાવવાના તેનું કારણ જે કુટુંબમાં ભાઈઓથી લઈને ભત્રીજાઓ હોય ત્યારે ૨૦ મીટર કપડું જોઈએ ત્યારે અડધી બાંયના પહેરવાથી જે કાપડ વધે તે ૨0 મીટરમાંથી બીજ ૨૦ થી ૨૫ જેટલા પહેરી શકે અને ગામમાં કોઈ ગરીબ અથવા પરિસ્થિતિ નબળી હોય તો અંગ ઢાંકી શકે અને કપડાં પહેરી શકે તેવા ઉચ્ચ વિચારો સાથે સ્નેહપુર્વકની બુધ્ધિ હતી ત્યારે આજ દિન સુધી ૧૫ વર્ષની ઉંમરથી નીતિન પટેલ પોતે અડધી બાંયના જ શર્ટ અને ખાસ તેમનું માનીતી અડપી બાંયની સફારીમાં જ દેખાય છે. બાકી આ પટેલ ભાયડાની અનેક કુનેહપૂર્વકની બુધ્ધિને સલામ છે. જેમાં હમણાં એક ઉદ્ધાટનમાં ડેપ્યુટી મુખ્યમંત્રી ગયા હતાં ત્યારે એક અધિકારીએ એસી અને લાઈટ પંખા તમામ શરુ કરી દીધા હતાં ત્યારે શિયાળા જેવી ઋતુ હોય અને તમામ વીજળી બચાવતા ડેપ્યુટી મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાઈ આ લાઈટ બિલ તમે ભરો છો? કે શું ? ત્યારે અધિકારીએ કહ્યું કે સરકાર, ભરે છે ત્યારે આ પટેલ ભાયડાને ક્યાં પૈસો વાપરવો અને ક્યાં ખોટો વપરાય તેની ટકોર કરે તેમાં બેમ હોસ્પિટલ પણ ડેપ્યુટી મુખ્યમંત્રીની દેન છે કોલવડા આયુર્વેદિક બની ગઈ હોવા છતાં અમદાવાદ ખાતે ફરજ બજવતા અને ત્યાં અખંડાનંદ હોસ્પિટલનો સ્ટાફ અહીંયા આવવા તૈયાર ન હતો ત્યારે કડક બનીને આ હોસ્પિટલ કોલવડામાં જે ખંડેર હતી તેને નંદનવન કરી દીધી હતી બાકી ૬૪ વર્ષની ઉંમરે આ પટેલ ભાયડો રોજ 400થી પ00 અરજદારોની ફરિયાદો સાંભળે છે. બાકી લોકડાઉનની સ્થિતિમાં સતત હાજર રહેનાર ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ છે ત્યારે કોરોનાની મહામારી ચેપી રોગ હોવા છતાં સિવિલ હોસ્પિટલથી લઈને ગુજરાતની અન્ય હોસ્પિટલોમાં આજે પણ મુલાકાતે અચાનક જઈને ઊભા રહી જાય છે. બાકી અડધી બાંયના કપડાનું રાઝથી આજે પણ ઉત્તર ગુજરાતનો કોઈ પાટીદાર કપડાં વગર નહીં દેખાય તેનું કારણ આ – જુના વિચારોના પ.પુ.ધ.ધૂ. ઓ જ છે જે આજે પાટીદાર સમાજ ખુબ જ આગળ છે પણ આજે આ પટેલ ભાયડાએ વિચારો જુના છોડયા નથી જેના કારણે આજનુંયુગ સુખેથી ફળ ખાઈ રહ્યાં છે. – જુના વિચારો ઓડ ઈઝ ગોલ્ડ છે. બાકી આજે પણ કોઈ દરજીને કપડું ખરીદતા જોયો ? કોઈ ગેરેજવાળાને પેટ્રોલપંપે પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવતો જોયો ? કારણ બાકી પાટીદાર સમાજમાં જયારે કપડું ખરીદાય ત્યારે ૪00 થી ૫00 મીટર ખરીદે જેમાંથી અડધી બાંયના કારણે જે કપડું બચે તે ગરીબ શ્રમજીવીઓ અથવા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા મદદરૂપ થવાનો આશયથી આ જુનવાણીનાં ઘરડાઓ તેમની કુનેહપૂર્વકની બુદ્ધિ મુકી ગયા છે તેનો ઉપયોગ કરે છે. લોકડાઉનમાં શ્રમજીવી, પરપ્રાંતીયો જે ચાલતા જઈ રહ્યાં હતાં ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, બોર્ડર ખાતે પ્રાઈવેટ વાહનોમાં તેમને મૂકવા સુધીનું સરાહના કાર્ય ભારતમાં એક જ ડેપ્યુટી મુખ્યમંત્રીએ સમય સુચકતા વાપરીને તેમને ગોઠવણ કરી આપી હતી.