લોકડાઉન પછી બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજમંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. સ્વર્ણિમ સંકુલમાં મળેલી બેઠકમાં કોરોના વાયરસની સ્થિતિ, નિસર્ગ વાવાઝોડાની સંભવિત સ્થિતિ અને તીડના આક્રમણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક પછી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના હજુ ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જશે પણ નહીં. રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, કોરોના હજુ ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જશે પણ નહીં, તેનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથી. આથી વારંવાર નાગરિકોને કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે. કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં જશે પણ નહિ. તેથી બધી જ ઈડલાઈનનું ફરજિયાત પાલન કરવું જરૂરી છે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે, કોરોના મામલે સલાહ લેવા માટે સરકારે ડૉક્ટરોની કમિટી બનાવી છે. ટેસ્ટિંગ અને સારવાર બાબતે સરકાર સલાહ લેશે. કમિટીની સલાહ મુજબ, આરોગ્ય વિભાગ નીતિ ઘડશે. ત્યારબાદ નીતિન પટેલે નિસર્ગ વાવાઝોડાને લઈને બેઠકમાં થયેલી ચર્ચા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, નિસર્ગ વાવાઝોડું મુંબઈ, દક્ષિણ ગુજરાત તરફ જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રને હાલ કોઈ ખતરો દેખાતો નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના પ જિલ્લામાં અસર જોવા મળશે. વાવાઝોડાના કારણે વહિવટી તંત્ર હાઈએલર્ટ પર છે. દ્રઢઈલની ટીમ પણ વધુ પ્રમાણમાં ફાળવી દેવાઈ હોવાની વાત જણાવી છે. વાવાઝોડાને પહોંચી વળવા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં નાગરિકોનું સ્થળાંતર કરાયું છે તથા ફેક્ટરીઓ બંધ રાખવા સૂચના પણ અપાઈ હોવાનું જણાવ્યું હતું.