દેશમાં કોરોના વાયરસના પગલે સૌથી કપરી સ્થિતિ મધ્યમવર્ગની થઈ છે. ત્યારે ઘણા શિક્ષણ માફિયાઓ ધ્વારા ફી માફી તો દૂર પણ ફી વધારવા સુધીના પગલાં લીધા છે ત્યારે કોરોના વાયરસના પગલે શાળાઓ ખૂલે તો વિધાર્થીઓના માથે કોરોના વાયરસનું મોત તો ભમતુજ રહેવાનુ છે ત્યારે ઓનલાઈન ભણાવાની અને તગડી ફી વસૂલવા સ્કૂલો ધ્વારા ખેલો ચાલી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં સૌ પ્રથમ અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ સેવાકીય હેતુથી શૈક્ષણિક અને કાયદાકીય સંસ્થા ઓ ચલાવે છે. ઉપરોક્ત વિષય અનુસંધાને કોરોના મહામારીના કારણે વાલીમિત્રો ની આર્થિક પરિસ્થિતી ને ધ્યાને લેતા તેમના બાળકોને મદદરૂપ થવાના હેતુથી અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નર્સરી થી 12″ સાયન્સ, સામાન્ય પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવનાર તમામ વિધાર્થીઓને પ્રથમ સત્ર ની 50% ફી માફી આપવામાં આવે છે તેમજ સરકાર શ્રીના નિયમો મુજબ અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ માં COVID-19 મહામારી અનુલક્ષીને તમામ સુવિધાઓ જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટનિંગ અને દરેક ક્લાસરૂમ તથા સ્કૂલ ના બિલ્ડિંગ ને સેનેટાઈઝ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ ને ધ્યાને લેતા દરેક ક્લાસ માં માત્ર 30 વિધાર્થીઓને એમિશન આપવામાં આવશે. વાલીમીત્રો તથા વિધાર્થીઓની લાગણી ને ધ્યાને લેતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.