તિસ્તા સેતલવાડને જામીન મળ્યા,..સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તિસ્તાની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી

Spread the love

તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે બુધવારે તેને જામીન આપ્યા હતા. તિસ્તા સેતલવાડ પર ગુજરાત રમખાણોના કેસમાં નકલી એફિડેવિટ દાખલ કરીને કોર્ટની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો આરોપ છે. 1 જુલાઈના રોજ હાઈકોર્ટે તિસ્તાની જામીન રદ કરી અને તેને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. આ અગાઉ 1 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે તે જ દિવસે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આજે બુધવારે સુપ્રીમ કોર્ટે તેને 19 જુલાઈ માટે રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ કેસની સુનાવણી હાથ ધરતા કહ્યું હતું કે, મોટાભાગના પુરાવા દસ્તાવેજી છે, ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તિસ્તાની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી. જો તિસ્તા જામીનની શરતોનું ઉલ્લંઘન કરે છે તો સરકાર અરજી દાખલ કરી શકે છે તેમ સુપ્રીમે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટ તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી કરશે. તિસ્તા સેતલવાડને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે 1 જુલાઈના રોજ જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવા કહ્યું હતું. તિસ્તાનો પાસપોર્ટ નીચલી કોર્ટમાં જ સમર્પણ રહેશે, તિસ્તા સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મોટાભાગના પુરાવા દસ્તાવેજી છે, ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તાની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તિસ્તા જામીનની શરતોનું ઉલ્લંઘન કરે છે તો સરકાર અરજી દાખલ કરી શકે છે. નીચલી અદાલતે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની કોઈપણ ટિપ્પણીથી પ્રભાવિત થવાની જરૂર નથી. નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટનો નિર્ણય વિકૃત છે. હાઈકોર્ટે જે પ્રકારનો નિર્ણય આપ્યો છે તેના કારણે આરોપીઓને જામીન મળવા મુશ્કેલ છે. તિસ્તાએ એફઆઈઆર રદ કરવા માટે અરજી કરી ન હોવાનું હાઈકોર્ટનું તારણ ખોટું છે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે તિસ્તા વતી સમગ્ર મામલાની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એફઆઈઆર બનાવટી પુરાવા દ્વારા નોંધવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે તેના નિયમિત જામીન નામંજૂર કર્યા બાદ કાર્યકર્તા તિસ્તા સેતલવાડે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેને વચગાળાનું રક્ષણ આપવાના મુદ્દે ન્યાયાધીશો વિભાજિત થયા હતા. આ કેસ 2002 પછીના ગોધરા રમખાણોના કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવાના કથિત બનાવટ સાથે સંબંધિત છે. તિસ્તાની ગુજરાત પોલીસે 25 જૂન, 2022ના રોજ ધરપકડ કરી હતી. 2 સપ્ટેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે તિસ્તાને નિયમિત જામીન માટે નીચલી કોર્ટ અથવા ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જ્યારે ગુજરાત હાઇકોર્ટે પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને તિસ્તાને નિયમિત જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તિસ્તા સિતલવાડે તત્કાલિન રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે કોર્ટમાં બનાવટી પુરાવા રજૂ કર્યા હતા અને સાક્ષીઓના ખોટા સોગંદનામા પણ દાખલ કરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com