ગુજરાતનું કહેવાતું પાટનગર ગાંધીનગર નું જે હાલ સંચાલન ગાંધીનગર મનપા કરી રહી છે, ત્યારે એક સ્માર્ટ સીટીની કર્મચારી દ્વારા બર્થ ડે પાર્ટી યોજાયા બાદ પોતે કર્મચારી જ પોઝિટિવ આવી હતી ત્યારે હવે સ્માર્ટ સિટીમાં ફરજ બજાવતાં એક નવયુવાન પણ પોઝિટિવ આવ્યા છે ત્યારે ગાંધીનગર મનપા ઉચ્ચ અધિકારીઓ સાથે ફરજ બજાવતી મહિલા કર્મચારી પોઝિટિવ આવતા ત્રણ દિવસમાં ત્રણ જેટલા કર્મચારીઓ ને એકબીજાના સંક્રમિત થઇ ને ચેપ લાગ્યો હોવાની માહિતી મળી રહી છે ત્યારે ખરેખર ગાંધીનગર મનપામાં તમામ સ્ટાફને ચકાસણી કરવામાં આવે અને રિપોર્ટ કરાવવામાં આવે તો સંક્રમિતની સંખ્યામાં તોતિંગ વધારો થાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે સ્માર્ટસિટીમાં નોકરી કરતાં નગરસેવકની પુત્રી સમય સૂચકતા વાપરીને સર્વ પ્રથમ કોવોરોન્ટાઇન થઈ ગઈ છે.