શહેરમાં દબાણો હટાવોની ઝુંબેશ ફક્ત લારીગલાથી લઈને જે મોટા નેતાઓ બિલ્ડરોને નડતરરૂપ હોય તે દબાણો દૂર થાય, બાકી રામ રામ, GJ-૧૮ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની જમીનમાં કચરાની ગાડીઓ મૂકવા ગણો કે ગંદકીની ડમ્પિંગ સાઈડ ગણો કે પછી મચ્છરોનું ઉત્પન્ન સ્થાન ગણો બધું કહી શકાય, ત્યારે GJ-૧૮ મનપાએ કોન્ટ્રાક્ટરની આ જગ્યા વાહનો મુકવા આપતા ચોપડાથી લઈને ગંદકીનું ગોબર નગર બનાવી દીધું છે, ફ્લેટના રહીશો પણ મચ્છરો, ગંદકીથી તોબા પોકારી ગયા છે, ત્યારે આખા ગામની ગંદકી દુર કરવાનું ઠેકો લેનાર મનપાયે અહીંયા ગંદકીનું લાઇસન્સ આપી દીધું હોય તેમ ઝુપડપટ્ટી થી લઈને શૌચાલય બધું અહીંયા થતાં રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, રહીશો દ્વારા મનપાના કમિશનર તથા સત્તાધીશો અને નગરસેવકોને પણ આ સંદર્ભે ફરિયાદ કરી છે, અને અહીંથી હટાવવાની પણ માંગણી કરવામાં આવી છે. ખુલ્લામાં પાર્કિંગ, ઝુંપડા ,શૌચાલય, થી લઈને સ્નાન પણ અહીંયા કરતા કિચડ, મચ્છરોનું સામ્રાજ્ય છવાયું છે, આજુબાજુમાં ,હોસ્પિટલ, રયણાંક , ફ્લેટો, બંગલા, આવેલ હોવાથી તત્વ રીત ઝૂંપડપટ્ટી હટાવીને પ્લોટની સાફ-સફાઈ કર્યા બાદ દવાના છટકાવની પણ જરૂર હોવાનું જણાવ્યું છે.