20 જુલાઈની સવાર અમદાવાદ માટે ‘ગોઝારો ગુરુવાર’ લઈને આવી. બુધવારે રાત્રે આખું અમદાવાદ જ્યારે ગાઢ નિંદ્રા માણી રહ્યું હતું. એ વખતે શહેરના ધબકતા વિસ્તારમાં આવેલો ઇસ્કોનબ્રિજ ઇતિહાસમાં સૌથી ભયાનક અને ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો. એક નબીરાએ બેફામ ઝડપે લક્ઝુરિયસ કાર દોડાવી અને તેના ખપ્પરમાં નવ કોડભરી જિંદગી હોમાઈ ગઈ. ગત બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતથી આખું ગુજરાત હચમચી ગયું છે.